લાયન્સ ક્લબ આંતલીયા દ્વારા રીજીયન ચેરમેન શ્રી અને જોન ચેરમેન શ્રી ની શુભેચ્છા મુલાકાત પ્રસંગે વિવિધ પ્રવૃત્તિઓ અને નવા સભ્યોની શપથવિધિ

0
36લાયન્સ ક્લબ આંતલીયા દ્વારા રીજીયન ચેરમેન શ્રી અને જોન ચેરમેન શ્રી ની શુભેચ્છા મુલાકાત તા ૨૫/૧૨/૨૦ શુક્રવારે અસ્પી કોમ્યુનિટી હોલ જી.આઇ. ડી. સી
માં રાખવામાં આવેલ હતી પ્રમુખ લાયન નિમિષાબેન ના આવકાર બાદ આ પ્રસંગે લાયન્સ ક્લબ આંતલીયા દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી જેમાં મુખ્યત્વે ગરીબ અપંગ મહિલા ને કાખઘોડી અર્પણ કરવામાં આવી હતી અને ખેરગામ વૃધ્ધા શ્રમ માટે ભોજન માટે અનુદાન આપવામાં આવ્યું હતું તેમજ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર (કોડિંગ સ્પર્ધા) માં ભારતમાં પ્રથમ નંબર મેળવવા માટે ચિ. કૃતિ ધારેયા નું સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સમાજમાંથી ઉપસ્થિત પ્રતિષ્ઠિત વ્યક્તિઓ તથા દાતાશ્રીઓ દ્વારા ક્લબના ડાયાલિસિસ સેન્ટર માટે રૂપિયા ૮૭,૦૦૦ નુ ડોનેશન પ્રાપ્ત થયું હતું અને ક્લબની કાયમી પ્રવૃત્તિ મોતિયાના ઓપરેશન માટે રૂપિયા ૧૧,૦૦૦ નું દાન પ્રાપ્ત થયું હતું ત્યારબાદ સુરતથી ખાસ પધારેલ લા. દીપકભાઈ પખાલે (મેમ્બરશીપ ચેર પર્સન )દ્વારા લા. નરેશભાઈ વસી તેમજ રીજીયન ચેરમેન લા. કૌશિકભાઇ ભાવસારે ક્લબ દ્વારા કરવામાં આવેલ સેવાકીય પ્રવૃતિને બિરદાવવા માં આવી હતી અને મેમ્બરશીપ ચેરમેન લા. દીપકભાઈ પખાલે દ્વારા નવા સભ્યોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને ક્લબની પ્રતિષ્ઠા ને ધ્યાનમાં રાખી પ્રમુખશ્રી ને હજી વધુ સારા સભ્યો ક્લબમાં ઉમેરવા આહવાન આપ્યું હતુંLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here