દેશના આ 5 શહેરોમાં પેટ્રોલની કિંમત 100 પાર

0
95

દેશના 5 શહેરમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાને પાર થઈ છે. મધ્ય પ્રદેશ અને રાજસ્થાનના કેટલાક શહેરમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયા પ્રતિ લીટરને પાર પહોંચી છે.

રાજસ્થાનના શ્રીગંગાનગરમાં પેટ્રોલ 104 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 96.62 રૂપિયા પ્રતિ લીટરે વેચવામાં આવી રહ્યુ છે. જયપુરમાં પેટ્રોલ 99.50 રૂપિયા અને 92.49 રૂપિયા પ્રતિ લીટરે પહોંચ્યુ છે. મળતી માહિતી પ્રમાણે મે માસમાં 11 વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.

રાજસ્થાનના શ્રીગંગાપુરમાં પેટ્રોલ 104 અને ડીઝલ 96.62 રૂપિયા પ્રતિ લીટર, મધ્ય પ્રદેશના અનુપપુરમાં 103.68 અને ડીઝલ 94.6 રૂપિયા પ્રતિ લીટર, મધ્ય પ્રદેશના ભોપાલમાં પેટ્રોલ 101.11 અને ડીઝલ 92.21 રૂપિયા પ્રતિ લીટર, મધ્ય પ્રદેશના ઇન્દોરમાં પેટ્રોલ 101.18 અને ડીઝલ 92.3 રૂપિયા પ્રતિ લીટર અને મધ્ય પ્રદેશના રીવામાં પેટ્રોલ 103.32 અને ડીઝલ 94.24 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here