મ્યુકોર માયકોસિસ ના લક્ષણો અને બચવાના ઉપાયો

0
138

મ્યુકોર માયકોસિસ સપડાયા બાદ કેટલાક વ્યક્તિઓ સારવાર માટે હોસ્પિટલમાં સમયસર જતા ન હોવાથી ચેપ શરીરમાં વધુ પ્રસરી જાય છે. તેથી દર્દીઓની હાલત ગંભીર થઇ રહી હોવાનું ડોકટરે જણાવ્યું છે. રોગ નાક, આંખ, મગજ, પેટ, ફેફસાં સહિતના શરીરમાં ફેલાઈ જતું હોય છે. મ્યુકોર માયકોસિસની ઝપેટમાં આવતા 50 ટકા દર્દીઓના મોત થવાની શક્યતા છે. અને આખા શરીરમાં ચેપ ફેલાય તો મોતની શક્યતા 80 ટકા છે.

કોરોનામાંથી સાજા થયેલા અને ડાયાબિટીઝ અનકંટ્રોલ હોય કે રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તેમને જોવા મળી રહ્યો છે. લાંબો સમય આઇસીયુમાં રહેલા અને સ્ટીરોઇડનો વધુ ઉપયોગ કરનાર દર્દીને પણ મ્યુકોર માયકોસિસ થઇ રહ્યો છે.

રોગમાં ચહેરો, નાક, આંખ, મોઢાના લક્ષણો

  • ચહેરા પર લક્ષણો : ચહેરાનો દુઃખાવો, કોઇભાગ સુનો પડી જાવો. સોજા, ત્વચાનો રંગ કાળાશ પડતો થવો, માથામાં એક બાજુ તીવ્ર દુઃખાવો અને આંખની પાછળ દુઃખાવો.
  • નાકમાં લક્ષણો : નાક જામ રહેવું, નાકમાંથી લોહીવાળુ પ્રવાહી પડવું.
  • આંખમાં લક્ષણો : ડબલ કે ઝાંખુ દેખાવું, આંખનું હલનચલન બરાબર ના થવું, આંખ ઉપર તેમજ આંખની પાંપણ પર સોજા આવવા.

મોઢાના લક્ષણો : દાંતનો દુઃખાવો, દાંત નબળા પડી જવા, મોઢામાં તાળવાનો રંગ બદલાવો અથવા કાળો પડી જવો.

તકેદારી

માસ્ક પહેરો, ભેજવાળી જગ્યા પર જવાનું ટાળો, ડાયાબિટીઝ સંપુર્ણ કંન્ટ્રોલ કરો

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here