રાજપીપળા રામગઢ ને જોડતો નવો નક્કોર પુલ પીલ્લર બેસી ગયો : હવે રીપેરીંગ માં પણ વિલંબ થતા લોકો ને હલાકી

0
32
રાજપીપળા રામગઢ ને જોડતો નવો નક્કોર પુલ પીલ્લર બેસી ગયો : હવે રીપેરીંગ માં પણ વિલંબ થતા લોકો ને હલાકી

સરકાર પ્રજા હિત માટે કરોડો રૂપિયાની ફાળવણી કરે છે પરંતુ તકલાદી કામ ન કારણે લોકો ને હલાકી

નવો પુલ ફક્ત છ મહિનામાં રીપેર કરવાનો વારો આવ્યો : શુ કોન્ટ્રાક્ટર અને સરકારી બાબુઓ ની મિલીભગત ???? લોક ચર્ચા

રાજપીપળા : જુનેદ ખત્રી

સરકાર પ્રજા હિત માટે કરોડો રૂપિયાની ફાળવણી કરે છે પરંતુ ભ્રષ્ટચાર અને ગુણવત્તા વિના ના કામ ના કારણે પ્રજા ને હલાકી ભોગવવાનો વારો આવે છે

રાજપીપળા અને રામગઢ ને જોડતો કરજણ નદી ઉપરનો પુલ જેનું હાલ છ મહિના પહેલા ઉદ્ઘાટન થયું હતું નવો નક્કોર બ્રિજ છ જ મહિનામાં પિલર બેસી જતા રીપેરીંગ કામ માટે બંધ કરી દેવામાં આવ્યો ત્યારે નવા બ્રિજ ને છ મહિના માંજ રીપેરીંગ કરવાનો વારો આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને તકલાદી કામગીરી બાબતે અનેક સવાલો ઉઠી રહ્યા છે

હાલ પુલ બંધ હોવાના કારણે સામી બાજુથી રાજપીપલા આવતા આદિવાસી ગરીબ લોકો હલાકી વેઠી રહ્યાં છે તેઓ પગપાળા પુલ ઉપરથી પસાર થવા મજબૂર બન્યા છે ઉપરાંત મોટું વાહન લઈ નદીની સામી પરથી રાજપીપલા આવવા માટે 15 કિલોમીટર નો લાંબો ફેરો લાગતો હોવાથી લોકોની સુવિધા માટે આ પુલ બનાવવામાં આવ્યો હતો પરંતુ પુલની તકલાદી કામગીરી ના કારણે સુવિધા દુવિધા માં ફેરવાઈ ગઈ છે આ પુલ જલ્દી રીપેર કરી ચાલુ કરાય તેવી લોકો માંગ કરી રહ્યા છે

◆◆ આવું તકલાદી કામ કરનાર કોન્ટ્રાક્ટર ઉપર પગલાં કેમ ન લેવાયા ????

પ્રજાની સુખાકારી માટે સરકારે ફાળવેલ રૂપિયા મુજબ કામગીરી ન થતા આખરે પ્રજાએજ વેઠવાનો વારો આવ્યો છે ત્યારે આવા તકલાદી કામ કરવા માટે જવાબદાર કોન્ટ્રાક્ટર વિરુદ્ધ સરકારી બાબુઓ સહિત ઉચ્ચ અધિકારીઓ કેમ ચૂપ છે ??? તેવી લોક ચર્ચાએ જોર પકડયુ છે ઉપરાંત ભ્રષ્ટાચાર ની ગંધ પણ આવી રહી હોવાનું લોકો ચર્ચા કરી રહ્યા છે….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here