રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને આજદિન સુધીમાં રસીના 21.80 કરોડ કરતાં વધારે ડોઝ આપવામાં આવ્યા

0
34અહેવાલ-ભરતસિંહ ઠાકોર મેઘરજ અરવલ્લી

રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો પાસે રસીકરણ માટે હજુ પણ 1.90 કરોડ કરતાં વધારે ડોઝ ઉપલબ્ધ

દેશભરમાં હાથ ધરવામાં આવેલી રસીકરણ કવાયતના ભાગરૂપે, ભારત સરકાર તમામ રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોને કોવિડની રસીના ડોઝ વિનામૂલ્યે આપીને આ સહકાર આપી રહી છે. આ ઉપરાંત, ભારત સરકારે રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને રસીની સીધી જ ખરીદી કરવાની પણ સુવિધા પૂરી પાડી છે. મહામારીના વ્યવસ્થાપન અને નિયંત્રણ માટે ભારત સરકારે તૈયાર કરેલી વ્યાપક વ્યૂહનીતિમાં રસીકરણ અભિયાન એક મહત્વપૂર્ણ અભિન્ન આધારસ્તંભ છે. આ વ્યૂહનીતિમાં અન્ય મુદ્દાઓમાં ટેસ્ટ, ટ્રેક, ટ્રીટ અને કોવિડ માટે યોગ્ય વર્તણૂકનું પાલન સમાવિષ્ટ છે.દેશભરમાં 1 મે 2021થી ઉદારીકૃત અને પ્રવેગિત કોવિડ-19 રસીકરણ તબક્કા-3ની વ્યૂહનીતિનો અમલ શરૂ કરવામાં આવ્યો છે.આ વ્યૂહનીતિ હેઠળ, દર મહિને કોઇપણ ઉત્પાદક માટે કેન્દ્રીય દવા લેબોરેટરી (CDL) દ્વારા મંજૂર કરવામાં આવેલા કુલ ડોઝમાંથી 50% ડોઝની ખરીદી ભારત સરકાર દ્વારા કરવામાં આવશે. ભારત સરકાર આ તમામ ડોઝ રાજ્ય સરકારોને અગાઉની જેમજ સંપૂર્ણપણે વિનામૂલ્યે આપવાનું ચાલુ રાખશે.ભારત સરકારે તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને વિનામૂલ્યે શ્રેણી તેમજ રાજ્યો દ્વારા સીધી પ્રાપ્તિની શ્રેણી, એમ બંને અંતર્ગત આજદિન સુધીમાં રસીના 21.80 કરોડ કરતાં વધારે (21,80,51,890) ડોઝ પૂરા પાડ્યા છે.
આમાંથી, 22 મે સુધી સરેરાશના આધારે કરવામાં આવેલી ગણતરી અનુસાર બગાડ સહિત 19,90,31,577 ડોઝનો ઉપયોગ કરવામાં આવ્યો છે (આજે સવારે 8 વાગ્યા સુધીમાં પ્રાપ્ત થયેલા ડેટા અનુસાર).રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો પાસે રસીકરણની કામગીરી આગળ વધારવા માટે હજુ પણ કોવિડની રસીના 1.90 કરોડ કરતાં વધારે (1,90,20,313) ડોઝ ઉપલબ્ધ છે.આ ઉપરાંત, રસીના 40,650 ડોઝ કામગીરી હેઠળ છે અને આવનારા 3 દિવસમાં રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને તે ઉપલબ્ધ કરાવવામાં આવશે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here