માણાવદર શાખા ના સંયુક્ત ઉપક્રમે જે.એમ પાનેરા કોલેજમાં મહારક્તદાન કેમ્પ યોજાયો

0
52


કોરોના મહામારી ને કારણે સમાજમાં થેલેસેમિયાના દર્દીઓ તેમજ સગર્ભા મહિલાઓને લોહીની અછત વર્તાતી હોય આ અછતને પહોંચી વળવા માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત માધવ સ્મારક સમિતિ અને ભારત વિકાસ પરિષદ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. આ કેમ્પમાં કુલ ૧૦૩ બોટલ બ્લડ એકત્રિત કરવામાં આવ્યું હતું.

સમગ્ર કેમ્પમાં સરકારની કોરોના ગાઈડલાઈન, સોશીયલ ડિસ્ટન્સ વગેરેની ખાસ તકેદારી રાખવામાં આવી હતી. આ તકે સંઘના સંઘચાલક ભાવેશભાઈ માકડીયા, કાર્યવાહ ગોવિંદભાઈ ડઢાણીયા ભારત વિકાસ પરિષદના પ્રવીણભાઈ સોલંકી, દક્ષેશભાઈ ભોજાણી તેમજ સંઘના અને પરિષદના ૩૦ ઉપરાંત સ્વયંસેવકોએ ખૂબ મોટી જહેમત ઉઠાવી આ રક્તદાન કેમ્પને સફળ બનાવ્યો હતો. રક્તદાન કેમ્પમાં પોરબંદરની આશા વોલેન્ટરી બ્લડ બેન્કએ સહયોગ આપ્યો હતો કાર્યવાહ ગોવિંદભાઈ તમામ રક્તદાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો અને સાથે સાથે તમામ રક્તદાતા ઓને પ્રમાણપત્ર અને ગિફ્ટ પણ આપવામાં આવેલ હતી.

 

The post માણાવદર શાખા ના સંયુક્ત ઉપક્રમે જે.એમ પાનેરા કોલેજમાં મહારક્તદાન કેમ્પ યોજાયો appeared first on Vatsalyam Samachar.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here