હળવદમાં ૧૦૦ જેટલા કોરોના વોરિયર્સને સન્માનપત્ર આપીને સન્માનીત કરાયા

0
60પાટીદાર સમાજ અને સુન્ની મુસ્લિમ ઘાંચી સમાજના કોવિડ સેન્ટર ના સંચાલકો અને સરકારી હોસ્પિટલના ડોક્ટરોઓ. નર્સિંગ સ્ટાફ ને પ્રમાણપત્ર આપીને સન્માનીત કરાયા હતા.

હળવદમાં કોરોના પોઝિટિવ કેસ એ હાહાકાર મચાવી દીધો હતો ત્યારે સરકારી હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં પણ લોકોને  બેડ કે ઓક્સિજન માટે જ્યાં ત્યાં ભટકવું પડતી  હતુ અનેક લોકો મોત નીપજ્યા છે ત્યારે હળવદમાં સેવાભાવી સંસ્થાઓ દ્વારા  કોવિડ સેન્ટર શરૂ કરાયા હતા જેમાં પાટીદાર સમાજ અને સુન્ની મુસ્લિમ દ્રારા સમાજ  દ્વારા કોવિડ સેન્ટર શરૂ કરાયા હતા અને સરકારી હોસ્પિટલના ડોક્ટરોએ અને નસિગ ‌સ્ટાફ સહિતના ૧૦૦ જેટલા કોરોના વોરિયર્સને  હેલ્લો હળવદ અને હળવદની ઓળખ ના તંત્રી દ્વારા પ્રમાણ પત્ર આપીને સન્માનિત કરાયા હતા.હેલ્લો હળવદ સાપ્તાહિકના તંત્રી રસિકભાઈ પરમાર હળવદ ની ઓળખ ના તંત્રી સુધાકર જાની દ્વારા  આયોજિત હળવદમાં ૧૦૦ જેટલા કોરોના વોરિયર્સ કોરોના પોઝિટિવ દદીઓની સારવાર કરી ને સેવા આપનારને પ્રમાણપત્ર આપીને સન્માન સમારોહ નુ આયોજન કરાયું હતું   ત્યારે મોરબી જિલ્લામાં કોરોના એ હાહાકાર મચાવ્યો દિધો હતો ત્યારે કોરોના પોઝિટિવ દર્દીઓ ને જ્યાં ત્યાં ભટકવું પડતું હતું દદીઓને બેડ ઓક્સિજન બોટલ ‌મળતી ન હતી  આવી  પરિસ્થિતિમાં હળવદ પાટીદાર સમાજ ‌કોવિડ સેન્ટર તેમજ  સુન્ની મુસ્લિમ ઝાલાવાડ  ઘાંચી યુવા કમિટી દ્વારા દરેક  સમાજનાં લોકો ને ભેદભાવ વગર  પોતાની અને પરિવારની ચિંતા કર્યા વગર  કોરોના દર્દીઓને સારવાર આપીને સાજા કર્યા હતા

આવા કોરોના વોરિયર્સ  એવા પાટીદાર સમાજના અગ્રણી જશુભાઇ પટેલ રજનીભાઇ પટેલ વાસુદેવ ભાઈ પટેલ વલ્લભભાઈ પટેલ તેમજ સંદીપ પટેલ  સહિતના ૫૦ જેટલા પાટીદાર સમાજના વડીલો અને યુવાનો હળવદ સુન્ની  ઘાંચી સમાજના ‌પ્રમુખ હાજીઅલીભાઈ ઘોણીયા. રહેમાનભાઈ. યુસુફભાઈધોણીયા  .ઈબ્રાહિમભાઈ સહિતના ૩૦ જેટલા  વડીલો અને યુવાનો   રાત-દિવસ જોયા વગર પોતાના પરિવારની ચિંતા કર્યા વગર હળવદ શહેર અને અન્ય જિલ્લાના પણ કોરોના દર્દીઓને સારવાર આપીને સાજા કર્યા હતા ત્યારે સરકારી હોસ્પિટલના ડોકૌશલભાઈપટેલ. ડો.અશ્વીનભાઈ આદ્રોજા. બ્લોક હેલ્થ અધિકારી. ડૉભાવિનભાઈ ભટ્રી.  પી એચ.સી ના મેડિકલ ઓફિસર નર્સિંગ સ્ટાફ સહિતના૨૦ જેટલા કોરોના વોરિયર્સ એ કોવિડ હોસ્પિટલ દદીઓની સારવાર કરી   તેવો ને  સન્માન પત્ર આપીને ‌સન્માનીત કરાયા હતા આમ હળવદ શહેર માં ૧૦૦ જેટલા કોરોના વોરિયર્સ ને  સન્માન પત્ર આપીને સન્માન કરાયા હતા આ કાર્યક્રમ ને સફળ બનાવવા હળવદના પત્રકાર કિશોરભાઇ પરમાર . હરેશભાઈ પરમાર નિલેશભાઈભાઈ દલવાડી. વિશાલદરજી. હર્ષદભાઈ પાટડીયા .અજુભાઈ ઠાકોર સહિતના એ ભારે જહેમત ઉઠાવી હતી

વિશાલ જયસ્વાલ હળવદLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here