પઠાર ગ્રામપંચાયતના કોમ્પ્યુટર ઓપરેટર ગણતરીના કલાકોમાં જેલભેગો,

0
35મહિલાનો સ્નાન કરતો વિડિયો ઉતરતા પોલીસ ફરીયાદ થઈ હતી,

તા.૨૪-૫-૨૦૨૧ નેત્રંગ

પ્રાપ્ત માહિત મુજબ વાલીયા તાલુકાના પઠાર ગ્રામપંચાયતના કોમ્પ્યુટર ઓપરેટરે આશાવર્કર નો સ્નાન કરતો વિડીયો ઉતારવાનો મામલો બહાર આવ્યો હતો,જેમાં સુરસિંગ સુખદેવ વસાવા નેત્રંગ તાલુકાની પઠાર ગ્રા.પંચાયતમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે કામ કરે છે,સુરસિંગ વસાવાએ પંચાયતની નજીક રહેતી એક આશાવર્કર નાવણીયામાં સ્નાન કરતી હતી તેનો વિડીયો ઉતારવા મોબાઈલ પંચાયતની બારીમાં મુક્યો હતો,જે દરમ્યાન આશાવર્કરની નજર પંચાયત ઓફિસની બારી પર જતાં મોબાઈલ જોઈ તેને કોઈ વિડીયો ઉતારતો હોવાની શંકા ગઈ હતી,આશાવર્કરે મહિલાએ આ અંગે તેના પતિને જાણ કરતા પતિએ પંચાયત ઓફિસમાં જઇ મોબાઈલ પોતાના કબજામાં લીધો હતો,મોબાઈલ લોક હોવાથી કોનો છે તે જાણી શકાયું ન હતું.જોકે તે સમયે જ મોબાઈલ પર કોઈનો કોલ આવતા તે સુરસિંગ વાસવાનો હોવાનું બહાર આવ્યું હતું,પોતાનું નામ બહાર આવતા જ સુરસિંગ ફરાર થઈ ગયો હતો,આ બાબતે આશાવર્કર મહિલાએ નેત્રંગ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ફરાર સુરસિંગને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી હતી,જેમાં ગણતરીના કલાકોમાં આરોપી સુરસિંગ વસાવાની સીપીઆઇ એફ,કે જોગલે પઠાર ગામેથી ધરપકડ કરીને જેલભેગો કરી દેવામાં આવ્યો હતો.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here