ભારતમાં ‘કોવિડ-૧૯’ અનાઉન્સમેન્ટ ટૂલ લૉન્ચ

0
39દિલ્હી: સોશિયલ મીડિયા મહારથી ફેસબુકે ભારતમાં ‘કોવિડ-૧૯’ અનાઉન્સમેન્ટ ટૂલ લૉન્ચ કરતા જણાવ્યું હતું કે આ ટૂલ રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કોવિડ-૧૯ સંબંધી અપડેટ્સ એકબીજા સાથે શેર કરવામાં મદદરૂપ થશે.

અમેરિકા બાદ ભારત બીજો દેશ છે જ્યાં ફેસબુકે આ પ્રકારનું ‘કોવિડ-૧૯’ અનાઉન્સમેન્ટ ટૂલ લૉન્ચ કર્યું છે.

ફેસબુકે જણાવ્યું હતું કે આ ટૂલ લૉન્ચ કરવા માટે તેણે દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ સાથે ભાગીદારી કરી છે. કોરોનાના સંકટના સમય દરમિયાન ભારતના જાહેર આરોગ્ય વિભાગ દ્વારા લોકોને સુરક્ષિત અને માહિતગાર રાખવાના પ્રયાસોને મદદરૂપ થવા માટે આ ટૂલ લૉન્ચ કરવામાં આવ્યું છે. (પીટીઆઇ)LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here