વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારો માટે વિશેષ પેકેજની માંગ

0
71
સંતોષકારક રાહત પેકેજ જાહેર નહીં થાય તો ઉગ્ર આંદોલનની પ્રવિણ રામની ચીમકી

તાઉતે વાવાઝોડાના કારણે ગીરસોમનાથ ,અમરેલી, ભાવનગર, જૂનાગઢ, બોટાદ,રાજકોટ,મોરબી,સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, કચ્છ, મહેસાણા, સાબરકાંઠા,બનાસકાંઠા,અરવલ્લી, બરોડા,આણંદ,ખેડા,વલસાડ,વાપી, રાજપીપળા,સુરત,ભરૂચ અને બીજા અન્ય જિલ્લાઓમાં નુકશાની જોવા મળી છે,અમુક વિસ્તારોમાં 100 % નુકશાની છે તો અમુક વિસ્તારોમાં 60%, 40% અને 20 % જેટલી નુકશાની છે. ગીર સોમનાથ,અમરેલી અને  ભાવનગર જિલ્લાના અમુક ભાગોમાં 60% થી લઈને 100% જેટલી નુકશાની થઈ છે જ્યારે દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં 40% થી 60% જેટલી નુકશાની જોવા મળી રહી છે.અને બાકીના વિસ્તારોમાં 0% થી લઈને 40% સુધીની નુકશાની જોવા મળી છે ,આમની અંદર પણ બાગાયતી પાકો ધરાવતા ખેડૂતોને તો ખૂબ મોટી નુકશાની છે કારણકે જે ખેડૂતોને આંબા,નારિયેળી ,દાડમ અને અન્ય બાગાયતી પાકના બગીચાઓ સંપૂર્ણપણે નાશ પામ્યા છે એમને ફરીથી બાગાયતી પાકનું નિર્માણ કરી અને આવક ઊભી કરવા માટે 5 થી 7 વર્ષનો સમય લાગી જશે અને એટલા માટે સરકાર દ્વારા બાગાયતી પાક માટે વધારે સહાય આપવાની જરૂરિયાત જણાય રહી છે,

 

બાગાયતી પાક વાળા ખેડૂતો કે જેમના તમામ ઝાડ પડી ગયા છે અને જેમને 100% નુકશાન થયું છે એવા ખેડૂતોમાં હેકટર દીઠ 6 લાખ રૂપિયાની સરકારે સહાય આપવી જોઈએ કારણકે આવા ખેડૂતોને 5 થી 7 વર્ષ માટેની નુકશાની છે અને જેમને બાગાયતમાં તમામ ઝાડ પડ્યા નથી અથવા આ વર્ષ પૂરતું જ નુકશાન છે એવા કિસ્સામાં સરકારે ખરાઈ કરી એમની નુકશાનીની ટકાવારી નક્કી કરી એ મુજબની સહાય ચૂકવવી જોઈએ જેથી કરીને આવા બાગાયતી પાક વાળા ખેડૂતોને રાહત મળી શકે તેમજ જે ખેડૂતોને ઉનાળુ પાક સદંતર નાશ પામ્યો હોઇ એવા ખેડૂતોને હેકટર દીઠ 72 હજાર રૂપિયાની સહાય ચૂકવવી જોઈએ અને જે ખેડૂતોને ઉનાળુ પાકમાં ઓછું નુકશાન થયું હોઇ એવા કિસ્સાની અંદર નુકશાનીની ટકાવારીની  ખરાઈ કરી એ મુજબની સહાય ચૂકવવી જોઈએ , સરકાર દ્વારા ઉપર દર્શાવેલ મુજબની સહાય ચૂકવવામાં આવે તો જ ખેડૂતોને મોટી રાહત મળી શકે એમ છે

 

અન્યથા અસરગ્રસ્ત વિસ્તારોના ખેડૂતો અને સામાન્ય જનતાની પરિસ્થતિ ખૂબ જ દયનીય બની જશે ,અને સાથે સાથે જે લોકોના મકાન ધરાશાયી થયા છે અથવા અન્ય કોઈ નુકશાની થઈ છે એવા કિસ્સામાં પણ ખરાઈ કરી સરકારે વહેલી તકે નુકશાનીનું વળતર ચૂકવવું જોઈએ,આમ ઉપર મુજબની તમામ માંગણીઓ જન અધિકાર મંચના પ્રદેશ પ્રમુખ અને સફળ આંદોલનકારી પ્રવીણભાઇ રામ અને જન અધિકાર મંચના કિસાન સમિતિના રાજ્ય કન્વીનર પરેશ ગોસ્વામી દ્વારા લેખિતમાં સરકાર સામે રાખવામાં આવી છે

વધુમાં સફળ આંદોલનકારી પ્રવિણ રામ દ્વારા ચીમકી પણ ઉચ્ચારવામાં આવી કે જો આવનારા સમયમાં અસરગ્રસ્ત વિસ્તારના લોકો અને ખેડૂતો માટે તાત્કાલિક ધોરણે સંતોષકારક રાહત પેકેજની જાહેરાત કરવામાં નહિ આવે તો અસરગ્રસ્ત વિસ્તારના તમામ લોકો અને ખેડૂતોના હિત માટે ગાંધીચીંધ્યા માર્ગે ઉગ્ર આંદોલનનું રણશિંગુ ફૂકિશું

સંદીપ રામરાજ્ય કન્વીનર – મીડીયા સમિતિ 9913341795

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here