ખરી ગયેલી કેરીઓ વેચવા માટે ખેડૂતો ઊમટી પડતા ભાવમાં પણ કડાકો

0
48રાજકોટ: શહેર નજીક આવેલ કુવાડવા રોડ પર સ્થિત મેંગો માર્કેટમાં એક દિવસમાં ૫૦ હજાર બોક્સ ઠલવાયા હતા. ખરીદનાર અને વેચનારની મેંગો માર્કેટ બહાર એક કિલોમીટર લાંબી લાઇન લાગી હતી. વાવઝોડાના કારણે ખરી ગયેલી કેરીઓ વેચવા માટે ખેડૂતો ઊમટી પડતા ભાવમાં પણ કડાકો બોલાયો છે. એક પેટીના રૂ. ૧૦૦ લેખે નીચા ભાવે કેરી વેચાઇ રહી છે.

રાજકોટના મેંગો માર્કેટમાં રાત્રીથી જ ખેડૂતો પહોંચી ગયા હતા તો આવેલો માલ ઝડપથી ખાલી થાય તે માટે મોરબી, ધ્રાંગધ્રા, કચ્છ બાજુ કેરીના બોક્સ વેચાણ માટે મોકલવા પડ્યા હતા. સામાન્ય દિવસોમાં ૧૫ હજાર બોક્સની આવક થાય છે તેના બદલે ગુરુવારે ત્રણ ગણી આવક થઇ હતી. જૂનાગઢ, ઊના અને તાલાલા પંથકમાંથી થઈ છે. આ પહેલા ક્યારેય આટલી આવક થઇ નથી. સામાન્ય રીતે કેરીની સિઝન જૂનના અંત સુધી ચાલે છે. આવકની સાથે ખરીદનારની ભીડ પણ વધારે હતી. સૌરાષ્ટ્રભરમાંથી લોકો ખરીદી માટે આવી રહ્યા હતા. એક- એક થડા પર હરાજી અને વેચાણ સમયે ૧૫-૨૦ લોકો ખરીદનારના હતા.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here