ગિરિમથક સાપુતારામાં કોરોના સંક્રમણની દહેશત ઉઠવા પામી..

0
49ડાંગ:- મદન વૈષ્ણવ

રાજ્યનું એકમાત્ર ગિરિમથક સાપુતારા 45 દિવસનાં સ્વૈચ્છિક લોકડાઉન બાદ ગત બે દિવસથી અનલોક થતા ધીમે ધીમે પ્રવાસીઓનો પગરવ ધબકતો થયો:- ડાંગ જિલ્લામાં કોરોનાની બીજી ઘાતકની લહેર હળવી તો બની છે.પરંતુ પ્રવાસીઓનાં આવાગમનનાં પગલે અનલોક ગિરિમથક સાપુતારામાં કોરોના સંક્રમણની દહેશત ઉઠવા પામી….
રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લો પ્રાકૃતિક વન સંપદાથી ઘેરાયેલો વિસ્તાર છે.ડાંગની પ્રકૃતિને માણવા દરેક ઋતુઓમાં રાજ્ય સહિત અન્ય રાજ્યનાં પ્રવાસીઓ ઉમટી પડે છે.જેમાં ડાંગ જિલ્લાનું એકમાત્ર હવાખાવાનું સ્થળ સાપુતારા પણ  પ્રવાસીઓથી ધબકતુ જોવા મળી રહે છે.પરંતુ કોરોનાની બીજી ઘાતક લહેરમાં આ પ્રવાસન સ્થળે પ્રવાસીઓ આવવાનું ટાળી દેતા અહીના સમગ્ર સ્થળો સુમસામ ભાસી ઉઠ્યા હતા.સાથે અહી લારી ગલ્લા એસોસીએશન દ્વારા 45 દિવસ સુધી સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરતા આ પ્રવાસન સ્થળે માત્ર કાગડા ઉડી રહયાનું જોવા મળ્યુ હતુ.તેવામાં ગત બે દિવસથી ધીમે ધીમે ગિરિમથક સાપુતારા સ્વૈચ્છિક લોકડાઉનમાંથી અનલોક બનતા હવે પ્રવાસીઓનો પગરવ ધબકતો જોવા મળી રહયો છે.ગિરિમથક સાપુતારા ખાતેની એડવેન્ચર એક્ટિવિટીઓમાં પેરાગ્લાયડીંગ,બોટિંગ,રોપવે સહિતની પ્રવૃતિઓને સંચાલકો દ્વારા ખુલ્લી મૂકી દેવાતા આવનાર દિવસોમાં આ સ્થળોએ ભીડ જામશેની શકયતા દેખાઈ રહી છે.ગિરિમથક સાપુતારા અનલોક થઈ ખુલ્લી જતા અહી અન્ય રાજ્યો સહિત ગુજરાતનાં મોટા શહેરોમાંથી પ્રવાસીઓ ઉમટી પડશે અને કોરોનાનું સંક્રમણ વધવાની ભીતિ વર્તાશે જેમાં બેમત નથી.કોરોનાની બીજી ઘાતક લહેરમાં ડાંગ જિલ્લામાં વિસ્ફોટક સ્થિતિએ પોઝીટીવ કેસો અને મૃત્યુ દરમાં વધારો નોંધાયો હતો.બાદમાં જિલ્લામાં મે મહિનામાં સ્વૈચ્છિક લોકડાઉનનાં પગલે સંક્રમણનો દર ઘટતા સ્થાનિક લોકો સહિત વહીવટી તંત્રએ હાશકારો અનુભવ્યો છે.તેવામાં ગિરિમથક સાપુતારા ફરીથી ધબકતુ થતા અહી આવનાર દિવસોમાં પ્રવાસીઓની ભીડ કોરોનાનાં સંક્રમણમાં વધારો કરવાની સાથે ડાંગી જનજીવન માટે જીવલેણ સાબિત થઈ શકે છે જેમાં બેમત નથી.ડાંગ જિલ્લામાં શહેરી વિસ્તારમાંથી પ્રવાસીઓનાં આવાગમનનાં પગલે તથા પ્રવાસન સ્થળોએ એડવેન્ચર એક્ટિવિટીનાં સ્થળોએ એકઠી થતી ભીડનાં પગલે કોરોનાનાં સંક્રમણની દહેશત વર્તાઈ શકે છે.જેથી ડાંગ વહીવટી તંત્ર સ્થાનિકોનાં આરોગ્ય સહિત પ્રવાસીઓનાં હિતને ધ્યાનમાં રાખી ગિરિમથક સાપુતારા ખાતે કોવિડની ગાઈડલાઈન જાહેર કરી ઘટતી કાર્યવાહી હાથ ધરે તે જરૂરી બની ગયુ છે.

—————————

બોક્ષ:-ધવલ સંગાડા-ચીફ ઓફીસર -નોટીફાઇડ એરીયા કચેરી સાપુતારા.                     આ બાબતે સાપુતારા નોટીફાઇડ એરીયા કચેરીનાં ચીફ ઓફિસર ધવલ સંગાડા જોડે રૂબરૂમાં વાતચીત કરતા તેઓએ જણાવ્યુ હતુ કે કોરોનાનું સંક્રમણ ન ફેલાય અને સ્થાનિકો સુરક્ષિત રહે તે માટે ગિરિમથક સાપુતારા ખાતે જે પણ સ્થળોએ વધારે ભીડ એકત્ર થાય છે તેવા એડવેન્ચર સંચાલકોને એડવેન્ચર એક્ટિવિટીઓ બંધ કરવાની સૂચનાઓ આજરોજ મારા દ્વારા અપાઈ છે…LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here