કોલેજોના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓનું શું થસે જાણો

0
150

ધો.૧૨ પછીના યુજીના વિવિધ ડિગ્રી કોર્સમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓ તો એક પણ દિવસ કોલેજ ગયા વગર આ વર્ષે પાસ થઈ જશે.ગુજરાતમાં છેલ્લા વર્ષના અને ત્યારબાદ બીજા વર્ષના વિદ્યાર્થીઓ માટે કોલેજો થોડા દિવસો ખુલી હતી. પરંતુ પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે એક પણ દિવસ ક્લાસરૃણ શિક્ષણ થયુ નથી.

સ્કૂલ શિક્ષણ બાદ કોલેજમાં જવાનો અને ભણવાનો ક્રેઝ મોટા ભાગના તમામ ટીનેજર્સમા હોય છે ત્યારે આ વર્ષે કોરોનાને પગલે ધો.૧૨ પછી એક પણ વિદ્યાર્થી કોલેજ જઈ શક્યો નથી કે કલાસરૃમમાં ભણી શક્યો નથી.જ્યાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓનું આખુ વર્ષ માત્ર ઓનલાઈન શિક્ષણના આધારે ચાલ્યુ છે ત્યાં પરીક્ષાઓ પણ ઓનલાઈન જ થઈ છે. સરકારે યુજીમાં બીજા અને ચોથા સેમેસ્ટરમાં મેરિટ બેઝ પ્રમોશન ઈન્ટરનલ અને એકસ્ટર્નલના ૫૦-૫૦ ટકાના આધારે આપવાનો ઠરાવ કર્યો છે પરંતુ પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓની પ્રથમ સેમેસ્ટરની ઈન્ટરનલ પરીક્ષા ઓનલાઈન થઈ છે તેમજ એક્સટર્નલ પરીક્ષા પણ ઓનલાઈન થઈ છે અને બીજા સેમેસ્ટર માટેની ઈન્ટરનલ પરીક્ષાઓ પણ ઓનલાઈન જ થઈ છે.

આમ વિદ્યાર્થીઓએ ઘરે બેસીને જ એમસીક્યુ આધારીત પરીક્ષાઓ આપી છે ત્યારે તેના આધારે મેરિટ બેઝ પ્રમોશન કેટલુ સાર્થક અને યોગ્ય હશે તે મોટો પ્રશ્ન છે. મેરિટ બેઝ પ્રમોશનથી વિદ્યાર્થીઓને હાલ તો પાસનું પરિણામ મળી જશે પરંતુ નોકરીઓમા તેમજ વિદેશ અભ્યાસમાં અને ઉચ્ચ અભ્યાસમાં મુશ્કેલી પડશે.રાજ્યના લાખો વિદ્યાર્થઓને સતત બીજા વર્ષે પરીક્ષાઓ વગર મેરિટ બેઝ પ્રમોશન આપવુ પડે અને ઓનલાઈન પરીક્ષાઓ પણ ન લઈ શકાય તે ખરેખર ગુણવત્તાસભર ઉચ્ચ શિક્ષણ માટે એક કરૃણતા છે અને ડિજિટલ ઈન્ડિયા સામે નરી વાસ્તવિકતા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here