ડાંગ જિલ્લામાં આજે ચાર દર્દીઓને રજા અપાઈ નવા સાત કેસ નોંધાતા આંક 676 પર પહોચ્યો

0
28







ડાંગ:- મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લામાં આજે ચાર દર્દીઓને રજા અપાઈ.જ્યારે નવા સાત કેસ સાથે કુલ આંકડો 676 પર પોહચ્યો છે….

ડાંગના જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો. ડી.સી.ગામીત તરફથી મળેલી વિગતો અનુસાર આ સાથે જિલ્લામા કુલ 676 કેસો નોંધાઇ ચુક્યા છે.જે પૈકી 632 દર્દીઓને રજા અપાઈ છે.જ્યારે આજની તારીખે 44 કેસો એક્ટિવ રહેવા પામ્યા છે.આ એક્ટિવ કેસો પૈકી 6 દર્દીઓ આહવાની સિવિલ હોસ્પિટલમા, તથા 38 દર્દીઓને હોમ આઇસોલેશનમા રાખવામા આવ્યા છે.”કોરોના સંક્રમણ” ને અટકાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજની તારીખે 590 વ્યક્તિઓને હોમ કવોરંટાઈન કરાયા છે.જ્યારે 10766 વ્યક્તિઓના હોમ કવોરંટાઈન પૂર્ણ થયા છે.કોરોનાને કારણે આ અગાઉ જિલ્લામા આજદિન સુધી કુલ 26 મૃત્યુ નોંધાઈ ચુક્યા છે.આજરોજ નોંધાયેલા પોઝેટિવ કેસોની વિગતો જોઈએ તો સરવર ખાતેનો 20 વર્ષીય યુવક,15 વર્ષીય તરૂણ,13 વર્ષીય તરૂણી,ઉપરાંત દિવાનટેમ્બરૂન ખાતેની 52 વર્ષીય મહિલા, ગાઢવી ખાતેનો 58 વર્ષીય વૃધ્ધ, પાંઢરમાળનો 55 વર્ષીય પુરૂષ,અને ઘાણા ખાતેનાં 17 વર્ષીય તરૂણનો કોવિડ ટેસ્ટ રીપોર્ટ પોઝીટીવ આવતા આરોગ્ય વિભાગ દ્વારા વધુ તજવીજ હાથ ધરવામાં આવી હતી….



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here