કોરોનાની ત્રીજી લહેરની એન્ટ્રી, ત્રણ રાજ્યોમાં અચાનક બાળકોમાં વધ્યું સંક્રમણ

0
466

દેશમાં હવે કોરોનાની બીજી લહેર પૂરી થતી હોય તેવું દેખાઈ રહ્યું છે કારણકે કોરોના સંક્રમણના આંકડા હવે ધીમે ધીમે ઓછા થઈ રહ્યા છે. વેક્સિન લેવાની પ્રક્રિયા પણ વધી રહી છે. પણ આ બધા સામે હવે એક નવી મુશ્કેલી સામે આવીને ઊભી રહી છે. કારણકે હવે આ સંક્રમણ બાળકોમાં ઘણું ઝડપથી ફેલાઈ રહ્યું છે.

રાજસ્થાનના દૌસા જિલ્લામાં 300 બાળકો અને સીકર જિલ્લામાં 1757 બાળકો અત્યાર સુધીમાં સંક્રમિત થઈ ચૂક્યા છે. બીજા રાજ્ય મધ્યપ્રદેશની વાત કરીએ તો તેમ આ 302 બાળકો સંક્રમિત થયા છે. જ્યારે ઉત્તરાખંડમાં 2044 બાળકો સંક્રમિત થઈ ચૂક્યા છે. સાથે જ આ બાળકોમાંથી મોટાભાગના બાળકો સારવારથી સ્વસ્થ થઈ ગયા છે. પણ ચિંતાની વાત એ છે કે બાળકોના મોતના પણ સમાચાર સામે આવ્યા છે.

છેલ્લા 22 દિવસમાં બાળકમાં સંક્રમણ ફેલાવવાના સૌથી વધુ કેસો સામે આવ્યા છે. પણ બાળકોમાં કોરોનાના જટિલ અને ગંભીર લક્ષણો નથી જોવા મળ્યા. ત્યાંનાં સ્વાસ્થ્ય વિભાગે દરેક માતા-પિતાને વિનંતી કરી છે કે પોતાના બાળકની કાળજી રાખે. મધ્યપ્રદેશમાં પણ બાળકોમાં કોરોનાનો વ્યાપ વધી ગયો છે. ત્યાં છેલ્લા એક મહિનામાં 302 બાળકો સંક્રમિત થઈ ગયા છે અને ચાર બાળકોના મોત થઈ ચૂક્યા છે. ત્યાં બાળકો માટે કોવિડ સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે. જ્યારે ઉત્તરાખંડમાં 2044 બાળકો સંક્રમિત થઈ ચૂક્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here