શાહે મદાર ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા ખંભાત ખાતે પ્રથમ સમૂહ સાદી સાદગી થી કરવામાં આવ્યા 

0
13“આયોજકો દ્વારા મહેમાનોને આવકાર સાથે સન્માન કરી સરકાર ની ગાઈડ લાઈનસ મુજબ સોશિયલ ડિસ્ટન્સ જાળવી સમૂહ લગ્ન યોજાયો ”

હતો આ સમૂહ શાદી આણંદ જીલ્લાના ખંભાત  આવેલ શાહે મદાર ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા પ્રથમ સમુહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. મુસ્લિમ સમાજમાં ઘર કરી ગયેલા કુરિવાજોને તિલાંજલી આપવા અને બિનજરૂરી ખર્ચ ઉપર કાપ મુકી સાદગી સભર લગ્ન કરવામાંઆવે તેવા શુભ સંદેશ ફેલાવવાના આશયથી  સમૂહ લગ્નનું સાદગી આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં ૭ જોડાઓના નિકાહ કરવામાં આવ્યા હતા. અને શાહે મદાર ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા યોજાયેલા પ્રથમ સમૂહ શાદીના સમારોહમાં ખંભાત  કંસારીગામના સરપંચ સલીમ ભાઈ તથા પ્રમુખ મૌલાના હુશેન શાહ  દિવાન.મો.રફિક જે દિવાન કિસ્મત, મુલતાનશા બાપુ ખંભાત, અને દિવાન મુસ્લિમ વેલફેર એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ આણંદના પ્રમુખ ઐયુબશા દિવાન, ઈમરાન શા દિવાન કંસારી,રફીક સેમસંગ,ભરત સિંહ,શબબીર સૈયદ સાહબ,રમજુ શા દિવાન,બહાદુર શા, રમજુ શા ખંભાત આ કાર્યક્રમ દરમિયાન સમાજને ફિજુલ ખર્ચા દૂર રહી કોમી એકતાના પ્રતીક જાગૃતિ નો સંદેશો  આપી આયોજકો અને આવેલ ખાસ જુજ મહેમાનો એ   દુલ્હન ના ઘરે ઘરેજઈ અને દુલ્હન ના ઘરે જ સપૂર્ણ સાદગી થી નિકાહ પઢાવી દુલ્હા દુલ્હન ને દુવાઓ થી નવાજી શુભેચ્છાઓ સાથે મુબારક બાદી આપી હતી.

 

અને સાથે જ બે દિવસ પહેલા ભેટ સોગાદો (કરિયાવર) દુલ્હન ના ઘરે આપવામાં આવ્યું હતું.અને એક અલગ જ સમુહ નુ સાદગી થી આયોજન કરવામાં  આવ્યું હતુ.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here