હિન્દુ મુત્યુ દેહને મુસ્લિમોએ મોતનો મલાજો જાળવી રાખ્યું

0
44


જામનગર ના સિક્કામાં માનવતાની મહેક

દેશ સહિત સમગ્ર ગુજરાતમાં કોરોના મહામારી અંતર્ગત માનવતાની મહેક લહેરાઈ રહી છે જ્યારે નાતજાતના ભેદભાવ છોડી માનવતાની મહેક આપવામાં આવી રહી છે, જેમાં કોમી એકતાના પ્રતીક સિક્કા ખાતે કોરોના ના દર્દી ને મુત્યુ થતા સિક્કા મુસ્લિમ સમાજના અગ્રણીઓ આગેવાનો કાર્યકરો સેવાભાવીઓ આગળ આવી મુત્યુ દેહનું મલાજો જાળવી રાખી માનવતાની મહેક આપી છે, જેની જાણવા મળતી વિગત મુજબ જામનગર જિલ્લાના સિક્કા મુકામે રહેતા પંકજ કે.પાલા.ઉ.વર્ષ.૫૦.રહે. પંચવટી કોલોની પ્રણવરાજ સ્કૂલ ની બાજુમાં ધંધો સોની. તેઓ ચાર-પાંચ દિવસથી સિક્કા મુકામે આવેલ કોવિડ કેર સેન્ટરએ પોતાની કોવિડ પોઝિટિવ નિ સારવાર લઇ રહ્યા હતા.તે દરમિયાન પોતે કોવિડ સેન્ટરથી જાતે રજા લઈને ઘરે જતા રહ્યા હોય અને પંકજભાઈ નું ઘરે જ મૃત્યુ થયેલ જ્યારે તેમના પરિવારમાં માત્ર તેમના એક વૃદ્ધ કાકા હતા અને પંકજભાઈ નાં નાના ભાઈ જે રાજકોટ પોતાનું વસવાટ કરતા હોય તેમને મૃત્યુની જાણ કરતા તેના નાના ભાઈ રાજકોટથી સિક્કા મુકામે આવેલ અને આજુબાજુના લોકોને જાણ કરેલ કે મૃતક કોરોના પોઝીટીવ હતા તેમને પી પી કીટ પહેરાવાની હોય મદદ માટે આગળ આવો જ્યારે આડોશી પાડોશી કોઈ આગળ ના આવતા મૃતકના નાનાભાઈ અને કાકાએ સિક્કાના સામાજિક કાર્યકર અને પત્રકાર એવા સલીમ મુલ્લા નું સંપર્ક કરેલ અને મદદની અપીલ કરતા સલીમ મુલ્લા એ તાત્કાલિક પોતાની ટીમ સાથે મૃતકના ઘરે પહોંચી મૃતકને પી પી કીટ પેહરાવી તેમને હિંદુ ધર્મ રીતિ રિવાજ પ્રમાણે તમામ વિધિ કરાવી એમ્બ્યુલન્સ મારફત સમસાનએ લઈ અંતિમ સંસ્કાર કરાવી

માનવતા દર્શાવી અને કોમી એકતા સાબિત કરી બતાવી જ્યારે મૃતકના પરિવારજનો સલીમ મુલ્લા તથા તેમની પૂરી ટીમ નું ખુબ ખુબ આભાર વ્યક્ત કરેલ

The post હિન્દુ મુત્યુ દેહને મુસ્લિમોએ મોતનો મલાજો જાળવી રાખ્યું appeared first on Vatsalyam Samachar.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here