કાલોલ નગરપાલિકામાં વેપારીઓ અને તંત્ર ની બેઠક મળી સ્વૈચ્છિક લોક ડાઉન અંગે ચર્ચા લોક ડાઉન લંબાવ્યું

0
28પંચમહાલ.કાલોલ
રિપોર્ટર.સાજીદ વાઘેલા
કાલોલ નગરપાલીકા ના સભાખંડ ખાતે આજ રોજ સ્વૈચ્છિક લોક ડાઉન નો સમય ગાળો પુરો થયો હોય એક બેઠક બપોરનાં ૪ કલાકે યોજાઈ જેમાં પાલિકા પ્રમુખ શૈફાલી ઉપાઘ્યાય, ઉપપ્રમુખ સચીન કાછીયા, કારોબારી અધ્યક્ષ યુવરાજ રાઠોડ કોર્પોરેટરો તથા ચીફ ઓફિસર એમ એ સોલંકી તથા પીએસઆઇ એમ કે માલવીયા ની હાજરીમા મળી હતી જેમા સર્વ સંમતિ થી બજારો આગામી ૭ જૂન સુધી દરરોજ બપોરે ત્રણ વાગ્યે બંધ રાખવાના અને ખાણી પીણી ની લારીઓ દરરોજ સાંજે પાંચ વાગ્યા થી રાત્રે આઠ વાગ્યા સુધી ખુલ્લી રહેશે અને ફકત પાર્સલ સર્વિસ જ ચાલુ રાખવાની રહેશે. દર મંગળવારે તમામ બજારો બંધ રાખવા નિર્ણય લીધો છે મંગળવારે સાકભાજી અને ફળફળાદી ની લારી બપોરે બાર વાગ્યા સુધી ખુલ્લી રહેશે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here