કાલોલના અંતરીયાળ વિસ્તારમાં ૧૮૧ અભયટીમ પોંહચી બાળલગ્નની વિધિ અટકાવી.

0
43પંચમહાલ.કાલોલ

રિપોર્ટર. સાજીદ વાઘેલા

પંચમહાલ જિલ્લામાં હજુ પણ જુની રીત રસમ પ્રમાણે સમાજના આગેવાનો દ્વારા સમાજના દિકરી-દિકરાનાં હાથ પિડા કરવાની રીત રસમ માં સમાજ અને માતા-પિતાની મયૉદાને લઈ ને બાળકો નાં લગ્ન બાળપણમાં જ કરી તેમનો માથા પરનો બોજ હળવો કરવાં સરકાર દ્વારા નક્કી કરેલ ઉંમર કરતાં પહેલાં બાળકોનાં હાથ પિડા કરી કાયદાનું ઉલ્લંઘન કરતા કિસ્સાઓ બહાર આવતાં હોય છે.તાજેતરમાં કાલોલ તાલુકાના અંતરીયાળ વિસ્તારમાં હજું પણ સાક્ષરતા નો અભાર જણાય આવતો હોય છે. તેનું એક દ્રષ્ટાંત બહાર આવ્યું. ગામમાં એક સમાજનાં પરીવાર દ્વારા પોતાની દિકરીને સમાજના રીતરિવાજો પ્રમાણે ૧૭ વષૅ ની ઉંમર એ જ દિકરીનાં માંગા આવતાં સારા પરીવારમાં પોતાની દિકરી પરણાવવાની ઉતાવળ કરી દિકરીનાં લગ્ન નક્કી કરી સોમવારના રોજ લગ્ન ની તૈયારી કરી લગ્ન નાં પ્રથમ શ્રી ગણેશજી ની પુજા વિધિ કરવાની તૈયારી થઈ રહી હતી.પરંતુ આ લગ્નને કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા સરકાર ના ૧૮૧ અભયટીમને જાણ કરી હતી.જેનાં પગલે ૧૮૧ અભયટીમ આવાં અંતરીયાળ વિસ્તારમાં થવા જઈ રહેલાં બાળલગ્ન નાં પરીવાર જનોના નાં ઘરે પોંહચી જતાં લગ્ન પ્રસંગમા સૌપ્રથમ કરવામાં આવતી રીત રસમ ની પ્રથમ શ્રી ગણેશજીની વિધિ ચાલતી હતી.જ્યા ૧૮૧ અભયટીમે દિકરીનાં બાળક લગ્ન અટકાવવા દિકરી સહિત તેનાં માતા-પિતા ને કાલોલ પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા હતા અને ૨૬ તારીખ નાં રોજ વડોદરા જિલ્લાના મંગેતર સાથે થવા જઈ રહેલાં લગ્ન અટકાવવાના પગલાં ભરતાં દિકરીનાં માતા-પિતા અને સગા સ્નેહીઓએ બાળલગ્ન નહીં કરે તેવી પોલીસ સ્ટેશનમાં બાંહેધરી લેખિતમાં આપી મામલો થાળે પડ્યો હતો.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here