જ્વાળામુખી ફાટ્યા બાદ ભયાનક ભૂકંપે 32 લોકોના જીવ લીધા

0
53

પૂર્વી કાંગોમા જ્વાળામુખી ફાટવાના કારણે અત્યાર સુધીમાં લગભગ 32 લોકોના મોત થયા છે. અધિકારીએ આ અંગે જાણકારી આપી હતી. જ્વાલામુખી ફાટવાના બે દિવસ બાદ શહેમાં બહારના વિસ્તારોમાં કેટલાય ઘરો નષ્ટ થઈ ગયા છે. પોતાના સ્વજનોને ખોઈ ચુકેલા લોકોની હાલત અત્યંત ખરાબ છે. અહીં જ્વાળામુખી ફાટ્યા બાદ ભયાનક ભૂકંપ આવ્યો હતો.

કાંગોમાં ગોમા શહેરની નજીક જ્વાળામુખી માઉંટ નીરાગોંગા શનિવારે ફાટ્યો હતો. જે બાદ લાવા વહીને ગામોમાં આવી ગયો હતો. જેના કારણે 500થી વધારે લોકોના ઘરો નષ્ટ થઈ ગયા છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here