કોરોના મહામારીમાં ઘોઘંબા તાલુકાના આશાવર્કર બહેનો માટે જનવિકાસ અને નવસર્જન સંસ્થા દ્વારા હેલ્થકીટ આપવામાં આવી

0
60પંચમહાલ. હાલોલ

રિપોર્ટર. કાદિરદાઢી

સમગ્ર દેશમાં કોરોના મહામારી દિવસે ને દિવસે વધી રહી છે અને ખાસ કરીને હાલ ગામોમાં કેસોની સંખ્યા વધી રહી છે ત્યારે ઘોઘંબા તાલુકાના અંતરિયાળ ગ્રામીણ વિસ્તારમાં જ્યાં જનવિકાસ ઉડાન (પ્રાથમિક શિક્ષણ)તેમજ બુનિયાદ(યુથ) ની કામગીરી થઈ રહી છે તેવા ગામો/વિસ્તારોમાં આરોગ્યને લઈને જાગૃતિ કેળવાય અને સાથે સાથે લોકો સાવચેતી રાખે તે હેતુસર ઘોઘંબા તાલુકાના બ્લોક હેલ્થ ઓફિસર સાથે સંવાદ કરી દરેક ગામમાં આશાવર્કર બહેનોના માધ્યમથી હેલ્થકીટ દ્વારા ઓક્સીમીટર, થર્મલગન, નાશના મશીન અને બીજી અન્ય ઉપચાર કરી શકે તે માટે ૮૨ આશાવર્કર બહેનોને ગામડાઓમાં તપાસવા માટે હેલ્થકીટ આપવામાં આવી છે.

આ હેલ્થ કીટમાં ઓક્સીમીટર, થર્મલગન, નાસનું મશીન, શ્વાસ લેવા માટે ફુગ્ગા, માસ્ક, મોજા,ગોળી, સેનીટાઈઝર, બુક, પત્રિકાનો સમાવેશ થાય છે.હાલ ગામોમાં મોટેભાગે લોકોમાં અજાગૃતતા અને સાથે આર્થિક પરિસ્થિતિ ન હોવાના કારણે દવાખાને જતા ડરે છે. અને જ્યારે તેમને વધારે તકલીફ પડે ત્યારે દવાખાનામાં દોડતા થાય છે અને પછી ઓક્સિજન અને વેન્ટિલેટર ના હોવાના કારણે ઘણી તકલીફ પડે છે અને પૈસા પણ વધુ થઈ જાય અને કેટલાક કેસોમાં મૃત્યુ પણ પામે છે.જનવિકાસ અને નવસર્જન સંસ્થા દ્વારા જો આશાવર્કર બહેન દ્વારા ધરે ધરે જઈ ઓક્સિજન લેવલ તેમજ તાપમાન ચેક કરવામાં આવે તેમજ જે વ્યકિતનું ઓક્સિજન લેવલ ઓછું હોય અથવા તાવ હોય તો તરત જ નજીકના સરકારી અથવા ખાનગી હોસ્પિટલમાં જઈ અને સારવાર મેળવી લેવા માર્ગદર્શન આપે તે માટે આ કિટનો ઉપયોગ કરવાના હેતુસર હેલ્થકીટ આપવામાં આવી.
LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here