જેતપુર ઉછીના આપેલા રૂા.80 હજાર પરત માંગતા દંપતિએ બેટ-લાકડી વડે ધોકાવ્યો

0
62સંજયને પરિણીતા સાથે પ્રેમસંબંધ હોય રૂા.80 હજાર કટકે-કટકે ઉછીના આપ્યા હતા : પરત માંગતા સારૂ ન લાગ્યું ને પતિ સાથે મળી સંજયને ઢીબી નાખ્યો


જેતપુરના ઘેટાવાળા પ્લોટમાં રહેતા સંજય સુનીલ ડાભી(કોળી) (ઉ.વ.22) નામના યુવાનની ફરિયાદ પરથી નિલેશ ગોરધન ગોહેલ અને તેના પત્ની ચેતના સામે મારામારી અને જીપીએક્ટ હેઠળ પોલીસે કાર્યવાહી કરી છે.સંજયે જણાવ્યું હતું કે,આજ રોજ સવારના હું તાલુકા પંચાયત પાસે હતો ત્યારે મામાનો ફોન મને આવેલ અને મને વાત કરેલ કે ઘેટાવાળા પ્લોટમાં આવેલ આપણા ઘરેથી કપડા લઇ આવ.આવી વાત કરતા હું મારું બાઈક લઇ ઘેટાવાળા પ્લોટમાં આવેલ અમારા ઘરે મારા મામા ના કપડા લેવા માટે ગયેલ અને સવારના આઠ સાડા આઠ વાગ્યાના વખતે મારા ઘર પાસે પહોંચ્યો ત્યારે અમારા ઘરની બાજુમાં રહેતા ચેતના નીલેશ ગોહેલ તથા તેના પતિ નીલેશ ગોરધન ગોહેલ શેરી માં ઉભા હતા અને ચેતના ના હાથ માં લાકડી હતી તથા તેના પતિ નીલેશના હાથમા ક્રિકેટ રમવાનું બેટ હતુ જેમા ચેતના મને ગાળ આપી બાઈક ઉભુ રાખાવેલ અને તેના હાથ માં રહેલ લાકડી મારા માથામાં ડાબી આંખ ઉપર કપાળ પાસે મારી દીઘેલ જેથી મને લોહી નીકળવા લાગેલ અને બાદમાં તેના પતિ નીલેશ એ મને માથામાં પાછળના ભાગે ક્રિકેટ બેટ મારી દીધેલ જેથી માથામાં મને મુંઢ ઇજા થયેલ હતી.નીલેશ એ ક્રિકેટ બેટથી મને ડાબા હાથ ના ખંભા પાસે એક ઘા મારેલ અને મને મુંઢ ઇજા પહોચાડેલ બાદ ચેતના મને ઢીકાપાટુનો મારમારવા લાગેલ જેથી હું નીચે પડી ગયેલ બાદ આ લોકો ત્યાંથી જતા રહેલ અને થોડીવાર બાદ મને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.આ બનાવનું કારણ એ છે કે આ મને માર મારનાર ચેતના નીલેશ ગોહેલ સાથે મારે છેલ્લા પાંચેક મહિના થી પ્રેમ સંબંધ હોય અને મે આ ચેતનાને કટકે કટકે રૂ.80 હજાર ઉછીના આપેલ અને બે દિવસ પહેલા મે આ રૂપિયા પરત માંગતા ચેતના ને ગમ્યું ના હોય જેથી તેના પતિ સાથે રાખી મને લાકડી તથા ક્રિકેટ બેટથી અને ઢીકાપાટુનો માર મારેલ છે.આ મામલે જેતપુર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

આપના ધંધાની જાહેરાત માટે કોલકરો મો..નં..9909347446LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here