મોરબીના જોધપર ગામે પાણી છાંટતા સમયે ૧૫ ફૂટની ઊંચાઈએથી નીચે પડતા બનિયો બનાવ

0
57મોરબી તાલુકાના જોધપર ગામે કારખાનામાં બાંધકામ ચાલુ હોય ત્યાં પાણી છાંટતા સમયે બીજા માળેથી નીચે પડેલ યુવાનને કમર અને માથાના ભાગે ઇજા થતાં વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો.મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ ગત તા.૧૪-૫ ના રોજ જોધપર ગામે આવેલા માઇક્રો સ્ટીલ નામના યુનિટમાં બીજા માળે દિવાલ ઉપર ચડીને પાણી છાંટતા સમયે પગ લપસી જતા ૧૫ ફૂટની ઊંચાઈએથી નીચે પડતા હાર્દિક વલ્લભભાઇ સનપરા (૩૮) રહે.મોરબી નામના યુવાનને કમર તથા માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેને મોરબીની નક્ષત્ર હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર આપીને હાર્દીકને વધુ સારવાર અર્થે રાજકોટની સિનર્જી હોસ્પિટલ ખાતે એડમીટ કરવામાં આવ્યો હતો. રાજકોટથી તપાસના કાગળ આવતા બનાવ સંદર્ભે તાલુકા પોલીસ મથકના વી.આર.પરમાર આગળની તપાસ ચલાવી રહ્યા છે.

 LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here