ડાંગ જિલ્લાનાં ગોદડિયા ગામ નજીક બાઇક અકસ્માતમાં એકનું મોંત…

0
46<span;>ડાંગ:- મદન વૈષ્ણવ

<span;>ડાંગ જિલ્લાનાં ગોદડિયા ગામ નજીક બાઇક અકસ્માતમાં આધેડનું મોત નિપજતા વઘઇ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ….

<span;>ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકામાં સમાવિષ્ટ ગોદડિયા ગામ નજીક એક અજાણ્યા મોટરસાયકલ ચાલકે  પેશન પ્રો મોટરસાઇકલ  સવારોને અડફેટમાં લેતા ઘટના સ્થળે એક આધેડનું મોત નિપજતા મરણ જનાર આધેડનાં પુત્રએ વઘઇ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી…
<span;>પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકામાં સમાવિષ્ટ કલમખેત ગામનાં બસ્તરભાઈ જાનુભાઈ માછી ગત.તા.24નાં રોજ ખાનગી વાહનમાં બેસી ખોખરી ગામે મરણ વિધિમાં ગયા હતા.જ્યાથી આ દંપતિ મરણ પ્રસંગની વિધિ પતાવી પરત સગા સંબધી નરેશભાઇ ગીરાજલેની મોટર સાઇકલ ન.જી.જે.30.બી.8827 પર સવાર થઈ કલમખેત ગામે આવતા હતા.તે અરસામાં  કાલીબેલ પીપરી રસ્તા વચ્ચેનાં ગોદડિયા પુલ નજીક પુરપાટ ઝડપે હંકારી આવતા GJ-30-B-0114નાં બાઇક સવારે નરેશભાઈની મોટરસાઈકલને ટક્કર મારતા ઘટના સ્થળ ઉપર મોટરસાયકલ ઉપર સવાર બસ્તરભાઈ માછીનું ગંભીર ઇજાઓને પગલે મોત નીપજ્યુ હતુ.જ્યારે તેમનાં સાથી મિત્ર તથા તેઓની પત્નીને પણ શરીરનાં ભાગે નાની મોટી ઇજાઓ પોહચી હતી.આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત બનનાર નરેશભાઈ અને મંગીબેનને વધુ સારવારનાં અર્થે આહવા સિવિલ હોસ્પિટલમાંથી વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા.આ અકસ્માતમાં આધેડનું મોત થતા અજાણ્યા બાઈક ચાલક ઈસમ ઉપર મૃતકના પુત્ર દ્વારા વઘઇ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.હાલમાં વઘઇ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે..LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here