ભરૂચનાં ચુનારવાડ વિસ્તારમાં બે મિત્રો વચ્ચે થયેલ ઝઘડામાં એકની હત્યા અન્ય બે ઘાયલ થતા સારવાર હેઠળ ખસેડાયા

0
52બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ શહેરના એ ડીવીઝન પોલીસ મથક ની હદ વિસ્તારમાં આવેલ ચુનારવાડ વિસ્તારમાં આજરોજ મારામારી સહિત એક જીવલેણ બનાવ બન્યો હતો આજરોજ ભરૂચ શહેરના ચુનારવાડ વિસ્તારમાં સાંજના સમયે બે મિત્રો વચ્ચે થયેલ ઝઘડામાં તીક્ષ્ણ હથિયારના ઘા વાગતા એક ઈસમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.બનાવની બાબતમાં મૃતક મહંમદ ઐયુબ અબ્દુલ હમીદ શેખની પત્ની સાથે આરોપી આસિફ મન્સૂરીના અનૈતિક સંબંધો હતા જેને પગલે ગઈકાલે રાત્રે બંને એક સાથે મળી આવતા આજરોજ બંને વચ્ચે ભયાનક મારામારી સર્જાઈ હતી બંનેએ એકબીજા સહિત મૃતકના ભાઈને પણ ચપ્પુના તિક્ષ્ણ ધા માર્યા હતા જેથી મારનાર તેમજ છોડાવવા પડેલ વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

રિપોર્ટર, યુસુફ મલેકLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here