ભરૂચનાં જંબુસર ખાતે 60 કિલો વનસ્પતિજન્ય ગાંજા સાથે એસ.ઓ.જી.પોલીસે એક ઈસમની ધરપકડ કરી

0
35







ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકા ખાતે અજમેરી નગરી વિસ્તારમા રહેતા ઈસ્માઈલ ઉર્ફે લીલું અમિર શેખ નામના ઇસમના મકાનમાંથી વનસ્પતિ જન્ય ગાંજાનો મોટો જથ્થો ઝડપાયો હતો એસ.ઓ.જી પોલીસે દરોડા પાડી 60 કિલો વનસ્પતિજન્ય ગાંજો કિંમત રૂપિયા અંદાજીત 6 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ઝડપાયેલા ઈસમ ઇસ્માઇલ ઉર્ફે લીલું શેખ સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લામાં નશાનો વેપલો કરતા તત્વો કેટલી હદે સક્રિય થયા છે તે બાબત એ ઘટના ક્રમ ઉપર થી કહી શકાય તેમ છે હાલ તો પોલીસે આ આરોપીની ધરપકડ કરી આ ગાંજો ક્યાંથી લાવ્યો હતો અને કેટલા સમય થી જંબુસર પંથકમાં તેનું વેચાણ કરતો હતો તે તમામ દિશાઓમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here