હાલોલ: વિઠ્ઠલ ફળીયામાથી ચોરી કરવાની કોશિષ કરનાર આરોપીને એલસીબીએ ઝડપ્યો.

0
62પંચમહાલ.હાલોલ

રિપોર્ટર. કાદિરદાઢી

ગત તા.૧૫/૫/૨૧ ના રોજ હાલોલ શહેરના વિઠ્ઠલફળીયા માંથી ઘરની બહાર પાર્ક કરેલ મોટરસાયકલ ચોરી કરવાની કોશિષ કરનાર આરોપી ગોધરા ખાતે હોળી ચકલા પાસે બેઠેલ હોવાની મળેળ ચોક્કસ બાતમીને આધારે ગોધરા એલ સી બી પોલીસે તેને ઝડપી પાડી અનડીટેક્ટ ગુનો ડીટેક્ટ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર ગત તા.૧૫/૫/૨૧ ના રોજ રાત્રીના સમયે ગોધરા સીંગલ ફળીયા ઈસ્હાક મસ્જીદ પાછળ રહેતો અબ્દુલ ગની ફજલે કરીમ મુગલ પોતાના કબજાનું નંબર વગરનું એક્સેસ સ્કુટર લઈને હાલોલ ખાતે ગયો હતો. જ્યાં હાલોલના બજારમાં ફરી ને વિઠ્ઠલફળીયામાં ઘરની બહાર પાર્ક કરેલ બુલેટ મોટરસાયકલને ચોરી કરવાનું મન બનાવી લીધા બાદ પોતાના કબજાનું સ્કુટર હાલોલ બસ સ્ટેન્ડ ખાતે મુકીને ચાલતા ચાલતા વિઠ્ઠલફળીયામાં જઈને બુલેટ મોટરસાયકલનું લોક તોડી આગળ લઈ જતાં અવાજ થી ઘરના માણસો જાગી જતાં ને બુમા બુમ કરતા તે મોટરસાયકલને ફેકીને નાસી ગયો હતો. જેથી ઉપરોક્ત મોટરસાયકલ ચોરી કરવાની કોશિષ કરનાર આરોપી ગોધરા હોળી ચકલા પાસે પોતાના કબજાનું નંબર વગરનું એક્સેસ સ્કુટર લઈને બેઠેલો હોવાની ચોક્કસ બાતમી મળતા ગોધરા એલ સી બી પી આઈ ડી એન ચુડાસમાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ દ્વારા બાતમી વાળી જગ્યાએ વોચ રાખતા બાતમી વાળો આરોપી અબ્દુલ ગની ફજલે કરીમ મુગલ મળી આવતા તેને ઝડપી પાડવામાં આવ્યો હતો. જ્યારે તેની પુછપરછ કરતા તેના દ્વારા ઉપરોક્ત ગુનાની કબુલાત કરવામાં આવતાં એલ સી બી પોલીસે અનડીટેક્ટ ગુનો ડીટેક્ટ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here