ડાંગમાં આજે  બે દર્દીઓને રજા અપાઈ જ્યારે નવા છ કેસ નોંધાતા આંક 682 પર પહોચ્યો

0
38ડાંગ:- મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લામાં આજે બે દર્દીઓને રજા અપાઈ,જ્યારે નવા છ કેસ સાથે કુલ આંકડો 682 પર પોહચ્યો,સાથે આજરોજ એક મૃત્યુ નોંધાતા કુલ મરણઆંકનો આંકડો 27 પર પોહચ્યો છે….
<span;> ડાંગનાં જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો. ડી.સી.ગામીત તરફથી મળેલી વિગતો અનુસાર આ સાથે જિલ્લામાં કુલ 682 કેસો નોંધાઇ ચુક્યા છે.જે પૈકી 535 દર્દીઓને રજા અપાઈ છે.જ્યારે આજની તારીખે 47 કેસો એક્ટિવ રહેવા પામ્યા છે.આ એક્ટિવ કેસો પૈકી 9 દર્દીઓ આહવાની સિવિલ હોસ્પિટલમા, 1 દર્દી કોમ્યુનીટી કોવિડ કેર સેન્ટર (સેવાધામ) ખાતે, અને 37 દર્દીઓને હોમ આઇસોલેશનમા રાખવામા આવ્યા છે.”કોરોના સંક્રમણ” ને અટકાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજની તારીખે 575 વ્યક્તિઓને હોમ કવોરંટાઈન કરાયા છે. જ્યારે 10809 વ્યક્તિઓના હોમ કવોરંટાઈન પૂર્ણ થયા છે.કોરોનાને કારણે આજે જિલ્લામાં એક મૃત્યુ નોંધાતા ડાંગ જિલ્લામા અત્યાર સુધી કુલ 27 મૃત્યુ નોંધાઈ ચુક્યા છે.
આજરોજ નોંધાયેલા છ પોઝેટીવ કેસોની વિગતો જોઈએ તો આહવા ખાતેનો 27 વર્ષીય યુવક,અને 03 વર્ષીય બાળક ,ભદરપાડા ખાતેની 48 વર્ષીય મહિલા અને 50 વર્ષીય પુરૂષ,સોડમાળનો 55 વર્ષીય પુરૂષ,તથા દોડીપાડા ખાતેનો 30 વર્ષીય યુવાનનો કોવિડ ટેસ્ટ રિપોર્ટ પોઝીટીવ આવતા આરોગ્ય વિભાગ દ્વારા વધુ તજવીજ હાથ ધરવામાં આવી હતી…LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here