વેલીયન્ટ ક્રિકેટર વિપુલ નારીગરા એ બે હજાર પરિવાર ને રાશન પોહચડવાનો નીર્ધાર કર્યો

0
94વેલીયન્ટ ક્રિકેટર વિપુલ નારીગરા એ બે હજાર પરિવાર ને રાશન પોહચડવાનો નીર્ધાર કર્યો

રાજપીપળા : જુનેદ ખત્રી

સમગ્ર દેશ માં હાલ કોરોના ની મહામારી ચાલી રહી છે જેને કારણે ઘણા લોકો સંકડામણ માં જોવા મળી રહ્યા છે જેમાં ખાસ તો રોજ કમાઈ ને ગુજરાન ચલાવતા લોકો ને વધુ તકલીફ પડી રહી છે જેમાં હાલ માં આંશિક લોકડાઉન ચાલી રહ્યો હોવાથી કામ ધંધા માં મંદી છે, અને હાલ માં જ તોઉ તે વાવાઝોડા એ અમરેલી,રાજુલા સાહિત અનેક ઠેકાણે તારાજી સર્જી હતી જેમાં પણ ઘણા લોકોના ઘર વાવાઝોડામાં નષ્ટ થઈ ગયા છે જેમાં બેઘર થયેલા લોકો ને જમવાની અને બીજી ઘણી સમસ્યાઓ નો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે વેલીયન્ટ ક્રિકેટર વિપુલ નારીગરા આવા લોકો ની પડખે આવ્યા છે વિપુલ કે જે ડુંગર ગામ ના વતની છે જોકે રાજુલા વિસ્તારમાં રહેતા વિપુલભાઈ ના ઘરે પણ વાવાઝોડા ની અસર દેખાય આવી હતી છતાં તેમણે ૨ હજાર જેટલા પરિવાર ને રાશન પહોંચાડવા નો નીર્ધાર કર્યો છે આમ તો વિપુલ નારીગરા હંમેશા લોકો ની મદદ એ આવતા હોય છે એના સોશિયલ મીડિયા ના વેરીફાયડ એકાઉન્ટ પર પોતાના દ્વારા કરેલા સેવકાર્યો ને લોકો સુધી પહોંચે જ છે જેને કારણે ઘણા બૉલીવુડ સેલિબ્રિટી અને ક્રિકેટર પણ તેમના આ કાર્યો ને વખાણતા હોઈ છે હાલ માં ૨ હજાર પરિવાર ને રાશન પહોંચાડવાનો જે નિર્ણય કર્યો છે તે નિર્ણય નો પણ લોકો એ સ્વીકાર્યો છે વાવાઝોડામાં અને કોરોના મહામારી માં લોકો ને પડતી તકલીફો ઘણી છે તેવા સમયે વિપુલભાઈ નો આ નાનકડો પ્રયાસ જરૂરિયાતમંદ લોકો ને રાહત આપી શકે તેમ છે,અને તેમના આ સેવાકાર્ય પરથી બીજા લોકો પણ મદદ માટે આગળ આવે એટલા માટે તેમનો આ પ્રયાસ સરહાનીય છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here