આહવા ખાતે ઓક્સિજન પ્લાન્ટ માટે ધારાસભ્યશ્રીની ગ્રાંટમાથી ₹ ૬૫ લાખ ફાળવાશે :

0
15ડાંગ:- મદન વૈષ્ણવ

કોરોના’ સંક્રમિત દર્દીઓની સારવાર અને સુશ્રુશા માટે ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલની ગ્રાન્ટમાંથી પણ ₹ ૬૫ લાખ ફાળવાશે.

<span;>ડાંગના પ્રજાજનોને કોરોનાની બહેતર સારવાર ઉપલબ્ધ કરાવવાના હેતુસર રાજ્ય સરકાર દ્વારા પી.એમ.કેર્સ ફંડમાંથી આહવા સ્થિત સિવિલ હોસ્પિટલમા નવા ઓક્સિજન પ્લાન્ટ માટેની કામગીરી ચાલી રહી છે. જે ટૂંક સમયમા પૂર્ણ થશે. જેમા વધુ સુવિધા અને સગવડ ઉપલબ્ધ કરાવતા ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલે તેમની ગ્રાંટમાંથી ઓક્સિજન પ્લાન્ટ માટે ₹ ૩૦ લાખ, અને છ ટન ઓક્સિજનની સ્ટોરેજ ટેન્ક માટે ₹ ૩૫ લાખ મળી કુલ ₹ ૬૫ લાખ ફાળવવામા આવ્યા છે. આ અંગેનો ભલામણ પત્ર ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલે ડાંગના જિલ્લા આયોજન અધિકારીશ્રીને પાઠવી દીધો છે.
જિલ્લા આયોજન અધિકારીનો વધારાનો હવાલો ધરાવતા નિવાસી અધિક કલેકટર શ્રી ટી.કે.ડામોરે સિવિલ હોસ્પિટલ ઉપરાંત જિલ્લાના ત્રણેય સામુહિક આરોગ્ય કેન્દ્રો ખાતે પણ ‘કોવિડ-૧૯’ ની સારવાર માટે જરૂરી સાધન સુવિધાઓ અર્થે જરૂર પડ્યે વધુ રાશિ ફાળવવા માટે પણ ધારાસભ્યશ્રી સહમતી દર્શાવી છે તેમ જણાવી, તે અંગેનુ સુચારુ આયોજન કરીને આ કામગીરી પણ હાથ ધરાશે, તેમ તેમણે ઉમેર્યું હતુ.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here