108 દ્વારા રાજપીપલા ખાતે પાઇલોટ ડે ની ઉજવણી કરાઈ : કોરોના કાળમાં ઉમદા કાર્ય બદલ કર્મચારીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા

0
21108 દ્વારા રાજપીપલા ખાતે પાઇલોટ ડે ની ઉજવણી કરાઈ : કોરોના કાળમાં ઉમદા કાર્ય બદલ કર્મચારીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા

રાજપીપલા : જુનેદ ખત્રી

સમગ્ર કોરોના કાળ દરમિયાન 108 ની સેવા ખુબજ સરાહનીય રહી છે જ્યારે કોરોના પોઝિટિવ દર્દીઓ ની પાસે કોઈ જવા તૈયાર ન હતું તેવા કપરા સમયે 108 ના કર્મચારીઓ એ પોતાના જીવના જોખમે કોરોના દર્દીઓ ને હોસ્પિટલ પોહોચાડવાની ઉમદા કામગીરી કરી છે ઉપરાંત રાત દિવસ સતત ફરજ બજાવી ને લોકોના જીવ બચાવવામાં મહત્વનું યોગદાન આપ્યું છે

આજે રાજપીપલા જિલ્લા પંચાયત હોલ ખાતે 108 ઇમરજન્સી ના ગુજરાત હેડ સતિષ ભાઈ પટેલ,  મેહુલભાઈ બોરીયા ,અભિષેક ભાઈ ઠક્કર સહિતના અધિકારીઓની ઉપસ્થિતમાં “પાઇલોટ ડે” ની ઉજવણી કરવામાં આવી હતી 26 મે ના દિવસે પાયોલોટ ડે તરીકે ઉજવાય છે આજે નર્મદા , છોટાઉદેપુર, તેમજ ભરૂચ જિલ્લાના 108 કર્મચારીઓ ને કોરોના કાળ માં ઉમદા કાર્ય બદલ પ્રમાણપત્ર અને ઇનામો આપી પ્રોત્સાહિત કરાયા હતા

આ બાબતે ગુજરાત 108 ના હેડ ઓફ ઓપરેશન સતીષ ભાઈ પટેલે જણાવ્યું હતું કે આજે પાયલોટ ડે ની ઉજવણી કરાઈ છે અને હું રૂબરૂ 108 ના કર્મચારીઓ ને મળવા આવ્યો છું જેથી તેમનો ઉત્સાહ વધે ઉપરાંત કોરોના કાળ માં 108 ના કર્મચારીઓ ની સેવા ખૂબ ઉમદા રહી છે જે સંદર્ભે તેમની વિવિધ ઉત્કૃષ્ઠ કામગીરી બદલ પ્રમાણપત્ર તેમજ ગિફ્ટ આપી સન્માન કરાયું છેLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here