જામકંડોરણાની કોરોના હોસ્પિટલમાં દર્દીઓને અપાતી સારવારને બિરદાવાઈ

0
40


જામકંડોરણા છેલ્લા ઘણા સમયથી જામકંડોરણા કન્યા છાત્રાલય ખાતે આધુનિક કોરોના હોસ્પિટલ કાર્યરત છે. જામકંડોરણા અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારો અને અન્ય તાલુકાઓમાંથી દર્દીઓ આ હોસ્પિટલમાં સારવાર માટે આવે છે અને સાજા થઇ જાય છે. આ હોસ્પિટલમાં રાજયના કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા દ્વારા દર્દીઓ માટે જમવાનું, ચા-પાણી, નાસ્તો જુદા જુદા ફ્રુટનો જયુસ, નાળીયેર પાણી સહિતની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.

આ સેવાકીય પ્રવૃતિઓ પ્રભાવિત બની જી.બી.ટેકનીકલ સર્વિસ ગાંધીધામ અને હાલ જામકંડોરણા દ્વારા મયુરભાઇ બાલધા, ગોપાલભાઇ બાલધા, અજયભાઇ બાલધા અને અંજુરભાઇ બાલધા દ્વારા કન્યા છાત્રાલયને રૂા. ૪૦ હજારનો ચેક કેબીનેટ મંત્રીને અર્પણ કરી જયેશભાઇ રાદડીયાની સેવાઓને બીરદાવી હતી.

The post જામકંડોરણાની કોરોના હોસ્પિટલમાં દર્દીઓને અપાતી સારવારને બિરદાવાઈ appeared first on Vatsalyam Samachar.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here