બાયડ તાલુકાની વારેણા આશ્રમશાળા ખાતે આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું

0
49કોરોના મહામારી વૈશ્વિક રૂપ ધારણ કરી ચૂકી છે હજારો મહામૂલી માનવ જીંદગીઓ કોરોના મહામારી ના કપરા કાળમાં હોમાઈ ગઈ છે કુદરતના પ્રકોપ સામે પામર માનવી ઝઝૂમી રહ્યો છે આવા કપરા સમયમાં સેવાભાવી સંસ્થાઓ તેમજ સંગઠનો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પોતાનો સમય ફાળવીને માનવસેવાના કાર્યમાં પોતાનું યોગદાન આપી રહી છે

આવું જ એક ઉમદા કાર્ય બાયડ તાલુકાની વારેણા આશ્રમ શાળા દ્વારા કરવામાં આવ્યું હતું ભારતીય જનતા પાર્ટી બાયડ સંગઠનના પ્રમુખ માનસીહ ના માર્ગદર્શન હેઠળ આશ્રમશાળા ખાતે આયુર્વેદિક ઉકાળો બનાવીને વારેણા બોરટીંબા વાસણા મોટા માધવ કંપા છભૌ તેમજ પ્રાંતવેલ જેવી 5 ગ્રામ પંચાયતોના ૨૫ જેટલા ગામડાઓમાં હવે કાર્યકરો દ્વારા ઘેર ઘેર ફરીને ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું

લોકોએ આ સેવા કાર્યને બિરદાવી ને સમગ્ર ટીમને ધન્યવાદ પાઠવ્યા હતા

કિરીટ પટેલ વાત્સલ્યમ સમાચાર બાયડLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here