કોરોનાના કારણે સમૂહ લગ્નને બદલે ૪૪ દીકરીઓના ઘર આંગણે લગ્ન યોજાયા

0
28સરદાર પટેલ સોશ્યલ ગ્રુપ ટંકારા દ્વારા દર વર્ષે સમાજના આર્થિક અને સામાજિક ઉત્થાન માટે તેમજ સમય અને માનવશકિતના બચાવને ધ્યાને લઇ સમુહલગ્નનુ આયોજન કરે છે આ વર્ષે કોરોનાની મહામારીને ધ્યાને લઇ તેમજ આશિંક લોકડાઉન હોવાને કારણે સમુહલગ્ન થઇ શકે તેમ ના હોય ત્યારે લગ્ન ઇચ્છુંક ૪૪ દિકરીઓને પોતાના જ આંગણે કોરોનાની ગાઇડ લાઇન મુજબ ગુજરાત સરકાર ના પોર્ટલ પર નોંધણી કરાવી ૨૫-૨૫ લોકોની મર્યાદા મા લગ્ન કરાવી આપ્યા.તેમજ કરિયાવર મા ૫૯ વસ્તુઓ  સરદાર પટેલ સોશ્યલ ગ્રુપ દ્વારા તેમજ દાતાઓના સહયોગથી લાખેણો કરિયાવર દિકરીઓને ભેટમાં આપવામાં આવ્યો, સુખી સંપન્ન પરિવાર અને સંસ્થાના માનદમંત્રી સંજયભાઈ ડાકાએ પણ પોતાની ભત્રીજાના લગ્ન આજ દિવસે નિર્ધાયા  તેમજ સોશ્યલ ગ્રુપ દ્વારા આપવામાં આવતો કરિયાવર પણ ન લઇ સમાજમાં ઉતમ દાખલો બેસાડ્યો,લેઉવા પટેલ સમાજના જ્ઞાતિજનોએ કોરોનાની પરિસ્થિતિને સમજીને  મર્યાદિત સંખ્યામાં વિધિ વિધાન પ્રમાણે દિકરીઓને સાસરે વળાવી માતા પિતાએ પોતાની જવાબદારી પુરી કરી સાથે સગા સ્નેહીજનોના આરોગ્યની જાળવણી ની પણ ચિતાં કરી,કરિયાવર સમિતિ હરીપર (ભુ)દ્વારા લોકડાઉનના સમયમાં પણ  કરિયાવર ખરીદી કરી અને દિકરીઓને ઘર સુધી વિતરણ થાય તેવી વ્યવસ્થા નુ આયોજન કરેલ.

કોરોનાની મહામારી વચ્ચે પણ દિકરીઓના આંગણે લગ્ન કરાવી સરદાર પટેલ સોશ્યલ ગ્રુપે પોતાનુ સામાજિક દાયિત્વ નિભાવ્યું તયારે ગ્રુપના સર્વે હોદેદારોએ પ્રસંશનીય કામગીરી કરી તે બદલ તેવો પણ અભિનંદન ને પાત્ર છેLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here