રાજપીપળા નરસિંહ ટેકરી માં મોબાઈલમાં ગેમ રમતા બાળકને પિતા એ મારતા પતિ-પત્ની વચ્ચે ઝગડો

0
25રાજપીપળા નરસિંહ ટેકરી માં મોબાઈલમાં ગેમ રમતા બાળકને પિતા એ મારતા પતિ-પત્ની વચ્ચે ઝગડો

રાજપીપળા : જુનેદ ખત્રી

પ્રાપ્ત માહિતી મુજબ નરસિંહ ટેકરી માં રહેતા સોનલબેન સુરેશભાઈ વસાવા ની ફરીયાદ અનુસાર 25 જૂન ની સાંજે તેમનો 14 વર્ષીય દીકરો ક્રિસ ઘરના ઓટલા પર મોબાઈલ માં ગેમ રમતો હતો તે વખતે પિતા સુરેશભાઈ મોહનભાઇ વસાવા ત્યાં જઈ કહેવા લાગેલ કે ક્યારનો મોબાઇલ માં ગેમ રમ્યા કરે છે તેમ કહી તેને ગાળો બોલી વાળ પકડી માર મારતા માતા એ કહેલ કે છોકરાને આટલુ બધુ કેમ મારો છો? તેમ કહેતા પિતા એકદમ ઉશકેરાઇ ગયા બાદ હાથ માં લાકડી લઇ એક સપાટો પત્ની ને કપાળ ના ભાગે મારી દેતા ચામડી ફાટી લોહી કાઢી ઇજા કરી મુઢ માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી ગુનો કરતા સોનલબેને તેમના પતિ વિરુદ્ધ રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરતા પોલીસે ગુનો દાખલ કર્યો છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here