વડોદરાની પાયલ એજન્સી વિસનગર સિવિલ હોસ્પિટલની લેબોરેટરીમાં અદ્યતન ટેસ્ટિંગ મશીન અર્પણ કર્યુ

0
73કોરોના મહામારીમાં જનસેવા એ જ પ્રભુસેવાના મંત્રને ચરીતાર્થ કરતા સિવિલ હોસ્પિટલ દ્વારા, વિસનગરમાં નાગરિકોને ઉત્તમ પ્રકારની નિઃશુલ્ક સારવાર ઉપલબ્ધ કરાવવા માટે કરવામાં આવી રહેલા કાર્યથી પ્રભાવિત થઈ વડોદરા સ્થિત પાયલ એજન્સીના માલિક કલ્પેશભાઈ અધ્વર્યુ દ્વારા વિસનગર સિવિલ હોસ્પિટલના ઇન્ડોર પેશન્ટો માટે ડી-ડાઇમર, સીઆરપી જેવા ટેસ્ટ રીપોર્ટ સિવિલ હોસ્પિટલમાં જ થઈ શકે અને દર્દીઓને મોંઘા ટેસ્ટ રીપોર્ટ માટે પ્રાઇવેટમાં નાણાં અને સમય ન વેડફાય તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ તબક્કે પાયલ એજન્સીના કલ્પેશભાઈ અધ્વર્યુને જનસેવાના આ કાર્યમાં જન આરોગ્યની સેવામાં સફળતા તરફ આગળ વધતા વિસનગર સિવિલમાં વધુ એક સેવાનો પ્રારંભ કરવામાં અવ્યો છે, વિસનગર સિવિલ હોસ્પિટલની લેબોરેટરીમાં અદ્યતન ટેસ્ટિંગ મશીન લાવવામાં આવ્યા છે. જેના થકી ડીડાયમર અને અન્ય લેબોરેટરી રિપોર્ટ તૈયાર થશે. વિસનગર સિવિલની રોગી કમિટી દ્વારા સેવાભાવી લોકોના સહયોગથી ખૂબ સફળતા પૂર્વક આ સેવાનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે.

વિસનગર સિવિલ હોસ્પિટલ ખાતે મશીન અર્પણ કાર્યક્રમ પ્રસંગે ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલ, વિસનગર નગરપાલિકા પ્રમુખ વષૉબેન પટેલ, ઉપપ્રમુખ રૂપલભાઈ પટેલ, ડૉ. અરૂણભાઈ રાજપૂત, સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

 LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here