ડાંગ જિલ્લા આમ આદમી પાર્ટીએ પ્રવાસી શિક્ષકોનાં બાકી વેતન બાબતે કલેકટરને આવેદનપત્ર સુપ્રત કર્યુ..

0
15ડાંગ:- મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાનાં સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત આર.એમ.એસ.એ શાળાઓનાં પ્રવાસી શિક્ષકોનાં છેલ્લા 6 માસનું બાકી વેતન બાબતે ડાંગ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા ડાંગ કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યુ…

પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લામાં સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત ચાલતી આર.એમ.એસ.એ શાળાઓમાં કાયમી શિક્ષકોનાં અભાવે પ્રવાસી શિક્ષકોની ભરતી કરી ગાડુ ગબડાવવામાં આવી રહ્યુ છે. પરંતુ આ ડાંગનાં પ્રવાસી શિક્ષકોને ગત ઓક્ટોબર 2019થી માર્ચ 2020 સુધીનું વેતન ચુકવવામાં આવ્યુ નથી.ઉપરોક્ત વેતન બાબતે પ્રવાસી શિક્ષકો દ્વારા વારંવાર સર્વ શિક્ષા અભિયાનની શાખામાં રજુઆત કરવા છતાંય કોઈ પણ પ્રકારનો હકારાત્મક પ્રતિભાવ આપવામાં આવતો નથી.જેથી ડાંગ જિલ્લાનાં પ્રવાસી શિક્ષકોનાં બાકી વેતનને લઈને ડાંગ જિલ્લા આમ આદમી પાર્ટી પ્રમુખ મનીષ મારકણાએ આજરોજ કલેક્ટર ભાવિન પંડ્યાને આવેદનપત્ર સુપ્રત કર્યુ હતુ.વધુમાં ડાંગ જિલ્લાનાં આર. એમ.એસ.એ શાળાઓનાં પ્રવાસી શિક્ષકોને જો 15 દિવસમાં બાકી વેતન ન ચુકવવામાં આવે તો 16માં દિવસે આમ આદમી પાર્ટી દ્વારા ધરણા કાર્યક્રમ યોજવાની ચીમકી પણ ઉચ્ચારી છે…LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here