મગધ યુનિવર્સિટી, ડિપાર્ટમેન્ટ ઓફ ઇંગ્લિશ એન્ડ રિસર્ચ સેન્ટરના સંશોધકો ને માંર્ગદર્શન આપતા ડો. ઇરોસ વાજા

0
16રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અંગ્રેજી બોર્ડના ચેરમેન અને માતુશ્રી વીરબાઈમાં મહિલા કોલેજ રાજકોટના અંગ્રેજી વિભાગના અધ્યક્ષ ડો. ઇરોસ વાજા દ્વારા પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપાર્ટમેન્ટ ઓફ ઇંગ્લિશ એન્ડ રિસર્ચ સેન્ટર, મગધ યુનિવર્સિટીના પીએચ. ડી. ના વિદ્યાર્થીઓને ‘બેઝિકસ ઓફ રિસર્ચ ઈન આર્ટસ એન્ડ હ્યુમેનિટીઝ’ વિષયપર ઓનલાઇન માંર્ગદર્શન આપવામાં આવ્યું હતું.સંશોધન ક્ષેત્રે જેમનું આગળ પડતું નામ છે અને જેઓ અંગ્રેજી સાહિત્ય અને પત્રકારત્વ જેવા વિષયોમાં પીએચ. ડી. ની ડિગ્રીઓ ધરાવે છે એવા રાજકોટના પ્રોફેસર ડો. ઇરોસ વાજા એ મગધ યુનિવર્સિટીના સંશોધકોને સંબોધન કરતા જણાવ્યું હતું કે શિક્ષણ અને સંશોધન એ સતત ચાલતી પ્રક્રિયા છે અને સંશોધનનો હેતુ માત્ર ડિગ્રી કે પ્રમોશન માટે ના રહેતા સમગ્ર માનવજાતના કલ્યાણ માટે થવો જોઈએ. વિશ્વસનીય અને અસરકારક સંશોધન નીતિપૂર્ણ નિર્ણયો લેવા માટેનું એક મહત્વપૂર્ણ ઘટક છે. સંશોધન એ તથ્યો સ્થાપિત કરવા અને નવા નિષ્કર્ષ પર પહોંચવા માટે સિદ્ધાંતો અને સ્રોતોની પદ્ધતિસરની ખંતપૂર્ણ અને વ્યવસ્થિત તપાસ છે. તેઓએ સંશોધન નો હેતુ, પ્રક્રિયા, ઉદ્દેશ, પ્રકારો, અને પદ્ધતિઓ જેવા મુદ્દાઓ પર વિસ્તૃત માહિતી આપી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે ડો. વાજાએ કેનેડા, રશિયા, અમેરિકા, દુબઇ જેવા દેશોના શૈક્ષણિક પ્રવાસો કરી ભારતનું પ્રતિનિધિત્વ કરી ગૌરવ વધાર્યું છે. તેઓ ઇન્ડિયન એસોસિએશન ફોર કેનેડિયન સ્ટડીઝ જેવી ૧૨૮ દેશોમાં ફેલાયેલી આંતરરાષ્ટ્રીય સંસ્થાના એક્ઝેક્યુટીવ કાઉન્સિલ તરીકે પણ સેવાઓ આપી રહ્યા છે. એમના સંશોધન પત્રો રાષ્ટ્રીય તેમજ આંતર રાષ્ટ્રીય કક્ષાના જર્નલ્સમાં પ્રકાશિત થતા રહ્યા છે. અત્યારસુધીમાં ઘણા વિદ્યાર્થીઓએ તેમના માર્ગદર્શન માં M. Phil. તથા Ph. D. ની ડિગ્રીઓ હાંસલ કરી છે. દેશ અને રાજ્ય બહારની ઘણી શૈક્ષણિક સંસ્થાઓમાં ડો. વાજા ના વ્યાખ્યાનો નિયમિત રીતે યોજાતા રહે છે અને તેઓ આપણી યુનિવર્સિટી, રાજ્ય  અને દેશનું નામ રોશન કરે છે જે શિક્ષણ સમાજ માટે ગૌરવ લેવા જેવી ઘટના છે.

મગધ યુનિવર્સિટીના અંગ્રેજી વિભાગના અધ્યક્ષા ડો. નીભા સિંઘ, પ્રો. નીરજ કુમાર, પ્રો. સંજય કુમાર સહીત અનેક નામાંકિત વિદ્વાનોએ પણ આ વ્યાખ્યાનનો લાભ લીધો હતો.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here