રામદેવ સામે દેશદ્રોહનો આરોપ મૂકવાની આઇએમએની માગણી

0
90નવી દિલ્હી: આઇએમએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને કોવિડ-૧૯ની રસીને મામલે બેજવાબદાર અને ખોટી માહિતીનો પ્રચાર કરવા બદલ બાબા રામદેવ સામે દેશદ્રોહનો આરોપ મૂકવાની માગણી કરી છે.

ડૉક્ટરોની સર્વોચ્ચ સંસ્થાએ બાબા રામદેવને માનહાનિનો દાવો કરતી નોટિસ પણ ફટકારી છે. નોટિસમાં એમણે રામદેવને માફી માગવા માટે પંદર દિવસનો સમય આપ્યો છે, અન્યથા તેઓ માનહાનિ પેટે રૂ. ૧૦૦૦ કરોડની માગણી કરશે એવી ચેતવણી નોટિસમાં ઉચ્ચારી છે. વડા પ્રધાનને લખેલા પત્રમાં એમણે જણાવ્યું હતું કે બંને રસી મેળવનાર કુલ લોકોમાંથી માત્ર ૦.૦૬ ટકા વ્યક્તિને કોરોનાની મામૂલી અસર થઇ છે

અને ખૂબ ઓછા કેસમાં ફેફસાંનો ગંભીર ચેપ લાગ્યો છે. કોરોનાની ગંભીર રોગચાળાની સારવાર માટે વૅક્સિનેશન દ્વારા લોકોને બચાવવાનો સૌથી સફળ માર્ગ હોવાની વાત પુરવાર થઇ છે. આ સાથે અમને એ જણાવતા દુ:ખ થાય છે કે બંને રસી લીધા બાદ દસ હજાર ડૉક્ટરનાં મોત થયાં હોવાનો અને લાખો લોકો ઍલોપેથિક દવાઓને કારણે મરણ પામ્યા હોવાનો દાવો કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો હોવાથી અમે બાબા રામદેવ પર દેશદ્રોહનો આરોપ મૂકવાની માગણી કરીએ છીએ.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here