કોરોના મહામારીમાં ધનવાન થવાની લાઈમાં ડિગ્રી વગરના ડોક્ટર માનવ જિંદગી સાથે છેડછાડ કરતા પોલીસે પકડી પાડ્યો

0
19વડોદરા રેન્જ આઈ જી.હરિકૃષ્ણ પટેલ અને રાજેન્દ્રસિંહ ચુડાસમા વડોદરા શહેર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે અને કોરોના મહામારી અંતર્ગત લોકોના આરોગ્યનું જતન જળવાય એવા પ્રજા હિત કાર્ય અંતર્ગત સતત રાત-દિવસ કડક પોલીસ પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે ત્યારે શહેરના મુખ્ય બજાર થી લઇ ગ્રામ્ય વિસ્તાર ના ખૂણે ખૂણે ફરજ ના ભાગે પોલીસ ટીમ સતત બાજનજર કરી ગુનાહિત પ્રવૃત્તિઓ ને અટકાવવાના પ્રયાસો હાથ ધર્યા છે.

જેમાં કોરોના મહામારી અંતર્ગત પોતાના ગુંજા ગરમ કરવા માં વ્યસ્ત એવા બોગસ ડોક્ટર ને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેની જાણવા મળતી વિગત એવી છે કે હાલ કોરોના મહામારી અંતર્ગત લોકોના આરોગ્ય સાથે છેડછાડ કરી લોકોના આરોગ્યને જોખમમાં અપરાધ કરનાર ભરૂચ વિસ્તારમાં સામાન્ય પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરતા “નકલી ડોકટર” પર કાયદાકીય રીતે કડક હાથે કામ લેવાની આપેલ સુચના તથા માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેકટર કે.ડી. મંડોરા નાઓએ પોલીસ સબ ઇન્સ્પેકટર એમ.આર.શકોરીયા તથા પોલીસ સબ ઇન્સ્પેકટર એન.જે.ટાપરીયા નાઓને માર્ગદર્શન અને સુચના આપી ટીમો તૈયાર કરી કામગીરી સોપતા ટીમ દ્વારા અંકલેશ્વર વિસ્તારમાં કામગીરીમાં હતા

તે દરમ્યાન એ.એસ.આઇ. દર્શકભાઇ ઘનશ્યામભાઇ નાઓને મળેલ બાતમી આધારે દિપુકુમાર નંદલાલ બાલા ઉ.વ.૩૮ રહે. યોગેશ્વર નગર, અંકલેશ્વર તા.અંકલેશ્વર જી.ભરૂચ વાળો ભાડેથી દુકાન રાખી કોઇ પણ જાતની મેડીકલ ડીગ્રી વિના મેડીકલના સાધનો, એલોપેથિક દવાઓ, ઇન્જેકશન સાથે કુલ કિ.રૂ. ૨૪૯૧૫ /- ના મુદામાલ સાથે મળી આવતા ધોરણસર અટક કરી આરોપી વિરૂધ્ધ અંક્લેશ્વર GIDC પો.સ્ટે. ખાતે ગુન્હો દાખલ કરવામાં આવેલ છે. વધુ તપાસ અંકલેશ્વર જી.આઇ.ડી.સી. પો.સ્ટે. ખાતે ચાલુ છે.

આ કામગીરી માં પો.સ.ઇ.  એમ.આર.શકોરીયા તેમજ પો.સ.ઇ  એન.જે.ટાપરીયા સહિત એ.એસ.આઇ દર્શકભાઇ ઘનશ્યામભાઇ. એ.એસ.આઇ પ્રદિપભાઇ રમેશભાઇ . અ.હે.કો અનિરુધ્ધસિંહ રણજીતસિંહ .ડ્રા.પો.હેડ.કો. ક્રિપાલસિંહ ગણપતસિંહ વિગેરે જોડાયેલ હતા.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here