ચોટીલા દરબાર ગઢ ના ભાઈઓ દ્વારા અમરેલી જિલ્લા ના ગ્રામ્ય વિસ્તાર માં રાશન કીટ પહોંચાડવા માં આવી

0
15તૌકતે વાવાઝોડા ના કારણે થયેલી અમરેલી જિલ્લામાં તબાહી ના કારણે લોકો ને પડતી હાલાકીની નોંધ લઈને ચોટીલા ના દરબાર ગઢ ના યુવાનો દ્વારા રાજુલા તાલુકાના હડિયા, વડ, ભચાદર, ઉંચૈયા, ધારાનાનેસ, લોઠપુર, લુણસાપુર અને જાફરાબાદ તથા જાફરાબાદ તાલુકાના ઘેસપર, નાના સાકરિયા, મોટા સાકરિયા, ભાડા, બારવણ, ડેડાણ તથા ગીર વિસ્તારમાં આવેલા નેસડા મા ૫૦૦ મણ ઘઉ દળાવી અને લોટ તૈયાર કરી તેમજ બિસ્કીટ કટ્ટા ૨૦૦ ની કિટ તૈયાર કરી અને ઘેર ઘેર જઈને આપવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે હાલ ત્યાં ના વિસ્તારો માં લાઈટ ના હોવાના કારણે ઘંટીઓ બંધ છે અને લોકો ની ઘર વખરી ને પણ નુકશાન થયું છે. ત્યારે સમગ્ર ગુજરાત માંથી સામાજીક સંસ્થાઓ તથા સેવાભાવી લોકો દ્વારા સહાય નો ધોધ વહી રહ્યો છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here