ડાંગ જિલ્લા માટે સારા સમાચાર,નવો એક પણ કેસ નહિ સામે પાંચ દર્દીઓને રજા અપાતા હાલે એક્ટિવ આંક 38

0
20ડાંગ:- મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લા માટે આજે સારા સમાચાર આવ્યા છે.આજે એક પણ નવો કેસ જિલ્લામાં નોંધાયો નથી.જેની સામે પાંચ દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામા આવી છે…

ડાંગના જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો. ડી.સી.ગામીત તરફથી મળેલી વિગતો અનુસાર અગાઉ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૬૮૩ કેસો નોંધાઇ ચુક્યા છે.જે પૈકી ૬૪૫ દર્દીઓ સાજા થતા તેઓને રજા અપાઈ છે.જ્યારે આજની તારીખે ૩૮ કેસો એક્ટિવ રહેવા પામ્યા છે.આ એક્ટિવ કેસો પૈકી ૩ દર્દીઓ આહવાની સિવિલ હોસ્પિટલમા,૧ દર્દી કોમ્યુનીટી કોવિડ કેર સેન્ટર (સેવાધામ) ખાતે,અને ૩૪ દર્દીઓને હોમ આઇસોલેશનમાં રાખવામા આવ્યા છે.કોરોના સંક્રમણ” ને અટકાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજની તારીખે ૪૯૭ વ્યક્તિઓને હોમ કવોરંટાઈન કરાયા છે. જ્યારે ૧૦૮૮૭ વ્યક્તિઓના હોમ કવોરંટાઈન પૂર્ણ થયા છે.જિલ્લામાં આજની તારીખે કુલ ૩૫ કન્ટેઈનમેન્ટ ઝોન (એક્ટિવ) નિયત કરાયા છે. જેમા ૧૦૯ ઘરોને આવરી લઈ ૪૪૬ વ્યક્તિઓને કવોરંટાઈન કરાયા છે. જ્યારે ૩૪ બફર ઝોન (એક્ટિવ)મા ૨૧૩ ઘરોને સાંકળી લઈ ૮૯૩ લોકોને કવોરંટાઈન કરવામા આવ્યા છે.કોરોનાને કારણે આ અગાઉ ડાંગ જિલ્લામા અત્યાર સુધી કુલ ૨૮ મૃત્યુ નોંધાઈ ચુક્યા છે..LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here