ઝડપે ટ્રેન પસાર થતાં રેલવે સ્ટેશન પડી ગયું

0
95મધ્ય પ્રદેશના બુરહાનપુર ખાતે આવેલું ચાંદની રેલવે સ્ટેશન 110 કિમી પ્રતિ કલાકની ઝડપે ટ્રેન ત્યાંથી પસાર થઈ તે સાથે જ જોતજોતામાં ધ્વસ્ત થઈ ગયું હતું.

મધ્ય પ્રદેશના બુરહાનપુર ખાતે આવેલું ચાંદની રેલવે સ્ટેશન આ ઘટના બની હતી. બુધવારે સાંજે 4:00 કલાકે પુષ્પક એક્સપ્રેસે 110 કિમી પ્રતિ કલાકની ઝડપે જંગલમાં આવેલા ચાંદની રેલવે સ્ટેશન બિલ્ડિંગને ક્રોસ કર્યું તો કંપન સહન ન થવાના કારણે તે ધ્વસ્ત થઈ ગયું હતું.

દુર્ઘટનામાં બિલ્ડિંગની બારીઓના કાચ તૂટીને પડી ગયા હતા, બોર્ડ પણ પડી ગયા હતા અને ભવનના આગળના હિસ્સાનો કાટમાળ સ્ટેશન પરિસરમાં વિખરાઈ ગયો હતો. દુર્ઘટના સમયે બિલ્ડિંગની આસપાસ કામ કરી રહેલા લોકો ભાગવા લાગ્યા હતા. આ અંગે જાણ થતા જ રેલવે બોર્ડના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા

 LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here