વઘઇ તાલુકાનાં અમસરવળન ગામ નજીક જીપ પલ્ટી જતા બે મહિલાઓના મોંત

0
23ડાંગ:- મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાનાં આમસરવળન ગામની સગાઈમાં જઈ રહેલ જાનૈયા ભરેલ મહિન્દ્રા જીપ આમસરવળન-ધૂળચોંડ માર્ગનાં ઘાટમાં ચાલક દ્વારા ગફલતભરી રીતે હંકારી પલ્ટી મારી દેતા ઘટના સ્થળ ઉપર બે મહિલાઓનું કમકમાટીભર્યું મોત નિપજયુ,જ્યારે છ જેટલા સવારોને નાની મોટી ગંભીર ઇજાઓ પોહચતા તેઓને તાત્કાલીક સારવારનાં અર્થે આહવા સિવિલ હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી…

પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ વઘઇ તાલુકાનાં આમસરવળન ગામથી સગાઈ ચાંદલા વિધિમાં જાનૈયા ભરી જામલાપાડા ગાઢવી ગામ તરફ જવા નીકળેલ મહિન્દ્રા જીપ.ન.જી.જે.15.બી.બી.1385 જેને આમસરવળનથી ધૂળચોંડને સાંકળતા ઘાટમાર્ગમાં ચાલક દ્વારા પૂરઝડપે ગફલતભરી રીતે હંકારી માર્ગની સાઈડમાં ઉતારી દઈ સાગનાં ઝાડ સાથે અથડાવી જીપને બે થી ત્રણ વખત પલ્ટી ખવડાવતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતનાં બનાવમાં જીપમાં સવાર બે મહિલાઓમાં રંગુબેન બાબજુભાઈ હાડળ અને રમાબેન ઝીપરૂભાઈ ભોયેને શરીરનાં ભાગે ગંભીર ઇજાઓ પોહચતા તેઓનું ઘટના સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નિપજતા અરેરાટી વ્યાપી જવા પામી હતી.જ્યારે આ જીપમાં સવાર અન્ય 6 સવારોમાં રાજુભાઈ સિતરૂભાઈ ગાવીત,વિનોદ ઉર્ફ હર્ષદ જશુભાઈ ગાવીત,જયલભાઈ સુકરભાઈ કુડુ, બાબજીભાઈ મલુભાઈ હાડળ,રંજુબેન લોખંડે,સીતારામ ગોંદુનાઓને પણ શરીરનાં ભાગે નાની મોટી ઇજાઓ પોહચતા તેઓને તાત્કાલીક સારવારનાં અર્થે આહવા સિવિલ હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી.હાલમાં આહવા પોલીસ મથકનાં પી.એસ.આઈ.પી.જી.જોષીએ ફરીયાદી રાજુભાઈ ગાવીતનાં ફરીયાદનાં આધારે ડ્રાઈવર આરોપી સીતારામ ગોંદુ ઘટકા સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે..LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here