ખાણ ખનીજ વિભાગ નો ભૂમાફિયા ઉપર સપાટો.કાલોલના ઘુસર નદીમાંથી રેતી ભરેલા ૧૨ ટ્રેક્ટર ઝડપી પાડયા

0
52પંચમહાલ.કાલોલ
રિપોર્ટર.સાજીદ વાઘેલા
કાલોલ તાલુકાના ઘુસરમા આવેલ ગોમા નદીના પટમાં ભૂમાફિયા ઓ વિરોધ વહેલી સવારે નક્કર કાર્યવાહી કરી ગેરકાનૂની પ્રવૃત્તિ સામે જિલ્લા પ્રશાસને રેડ કરતા મોટા પ્રમાણમાં રેતી ભરીને લઈ જતા ૧૨ ટ્રેક્ટર ઝડપી સરકારી તિજોરીને ફટકો મારતા ખનીજ માફિયાઓ વિરોધ નક્કર કાર્યવાહી કરી ગેરકાનૂની પ્રવૃત્તિ સામે લાલ આંખ કરતા બે નંબર તત્વોમાં ફફડાટ ફેલાયો છે. કાલોલ ગોમા નદીના પટમાંથી જુદા જુદા વિસ્તારોમાં ખનીજ ચોરીની મળેલ ફરિયાદ ,રજૂઆત અન્વય અને ચોરી અટકાવવા સબબ ચેકિંગની કામગીરી હાથ ધરતા બિનઅધિકૃત રીતે ખનન વહન સંગ્રહ અંગેની ખાણ ખનીજ વિભાગ અને જિલ્લા કલેક્ટરની સંયુક્ત ટીમો દ્વારા વહેલી સવારના પાંચ વાગ્યે સિક્રેટ ઓપરેશન કરતા ગેર કાયદેસર રેતી ખનન કરતા અને ગોમાં નદીના પટમાંથી રેતી ચોરી કરી ટ્રેક્ટર માં લઇ જતા ભૂમાફિયાઓને પકડી ખાણ ખનીજ વિભાગે ૧૨ ટ્રેક્ટર સહીત 80 લાખનો ખનીજ ચોરો પાસેથી મુદ્દામાલ કબજે લઇ ખાણ ખનીજ વિભાગે નક્કર કાર્યવાહી કરી વેજલપુર પોલીસ સ્ટેશનમાં ૧૨ ટ્રેક્ટરો સીઝ કરી વેજલપુર પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here