ગણદેવીમાં કોરોના કેસ ઘટતા સ્વેચ્છિક lockdown માં ફેર વિચારણા કરવા માંગ

0
37ગણદેવી નગરમાં સ્વેચ્છિક lockdown ના ત્રીજો તબક્કો ૩૧મી મે પૂર્ણ થઇ રહ્યો છે ત્યારે નગર ને અનલોક કરવામાં આવે તેવી જન સમૂહ ની અને વેપારીઓની લાગણી પ્રવર્તી રહી છે મંદીના વાતાવરણમાં વેપાર ઉદ્યોગ ધંધા રોજગાર સૌ પડી ભાંગ્યા છે ત્યારે રોજિંદા આર્થિક વ્યવહારો યથાવત થાય અને બજાર ખુલે તેમજ વેપાર-ધંધા નિયમિતપણે શરૂ થાય તેવી લાગણી સાથે જ્યારે કોરોના નો કહેર ઓછો થવા તરફ જઈ રહ્યો છે ત્યારે સ્વેચ્છિક lockdown ને ગણદેવી નગરમાં હળવાશ થી અમલ કરાય અને શક્ય હોય તો સંપૂર્ણ ઉઠાવી લેવાય અથવા તો રાત્રિ ના ગાળા દરમિયાન જ lockdown લખાય એવી સામાન્યતઃ લાગણી પ્રવર્તી રહી છે આ બાબતે ગણદેવી નગરપાલિકાના પ્રમુખ પ્રાણલાલ ભાઈ પટેલે પણ જણાવ્યું હતું કે ૩૧મી એ નગરમાં lockdown નો ત્રીજો તબક્કો પૂર્ણ થઇ રહ્યો છે ત્યારે સત્તાધીશો જરૂરથી આ બાબતમાં હકારાત્મક રહી ને વિચારશે અને lockdown સંપૂર્ણપણે ઉઠાવી શકાય તે બાબતે પણ વિચારણા કરવામાં આવશે જો જરૂર જણાશે તો જ રાત્રિના સમય દરમિયાન સ્વેચ્છિક lockdown લંબાવવામાં આવે એવી લાગણી વ્યક્ત કરી હતી હાલમાં ગણદેવી નગરમાં સવારે ૬થી સાંજે ૪ વાગ્યા દરમિયાન સ્વેચ્છિક ધંધા-વેપાર કરાઈ રહ્યા છે જ્યારે સાંજે ૪ થી સવારે ૬ વાગ્યા સુધી સ્વૈચ્છિક lockdown નો અમલ સૌ કોઈ સ્વેચ્છાએ કરી રહ્યા છે જે છૂટછાટો ધારા ધોરણો નક્કી થયા મુજબ આપવામાં આવી છે તેમજ આવશ્યક ચીજવસ્તુઓને એમાંથી મુક્ત રખાય છે પરંતુ આગામી દિવસોમાં જો કોરોના ની સ્થિતિ સુધરતી જણાશે તો lockdown સંપૂર્ણ ઉઠાવી લેવાશે તેવી શક્યતા ને પણ સત્તાધીશોએ વાતચીતમાં નકારી નથીLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here