ડોઝની નવી ગાઇડલાઇનને અનુસરવા આરોગ્ય અધિકારીની અપીલ

0
46કોવેકસીન રસીનાં લાભાર્થીઓએ ૨૮ દિવસ તેમજ કોવીસીલ્ડ રસીનાં લાભાર્થીઓએ ૧૨ થી ૧૬ અઠવાડીયાનો ગાળો રાખવાની નવી ગાઇડલાઇન રસીકરણ કેન્દ્ર ખાતેજ રજીસ્ટેશન કરી શકાશે.રાજય સરકારની સૂચના મુજબ ૪૫ વર્ષ કે તેથી વધુ ઉમર ધરાવતા લોકો માટે કોરોના વેકશીનનાં પ્રથમ અને બીજા ડોઝ આપવા માટેની કામગીરી મોરબી જિલ્લાના નિયત સેન્ટરોમાં ચાલુ છે. રસીકરણ કેન્દ્ર ખાતેજ રજીસ્ટેશન કરી શકાશે જેમાં કોવેકસીન રસીનાં લાભાર્થીઓએ પ્રથમ અને બીજા ડોઝ વચ્ચે ૨૮ દિવસનો ગાળો અને કોવીસીલ્ડ રસીનાં લાભાર્થીઓએ પ્રથમ અને બીજા ડોઝ વચ્ચે ૧૨ થી ૧૬ અઠવાડીયાનો ગાળો રાખવાની નવી ગાઇડ્લાઇનને અનુસરવા માટે મોરબી જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધીકારીશ્રી ડૉ. જે. એમ. કતીરા તેમજ જિલ્લા આર.સી.એચ. અધીકારી ડૉ. વિપુલ કારોલીયા મોરબી જિલ્લાનાં તમામ લોકોને નમ્ર અપીલ કરી છે.

રસીકરણની કામગીરી મોરબી તાલુકામાં સિવિલ હોસ્પીટલ મોરબી, સંસ્કાર ઈમેજિંગ સેન્ટર, લીલાપર અર્બન હેલ્થ સેન્ટર (પરસોતમ ચોક), સો ઓરડી અર્બન હેલ્થ સેન્ટર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બગથળા,  પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઘુંટુ , સબ સેન્ટર રવાપર તેમજ વાંકાનેર તાલુકામાં સબ ડીસ્ટ્રીકટ  હોસ્પીટલ વાંકાનેર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કોઠી,  હળવદ તાલુકામાં સબ ડીસ્ટ્રીકટ  હોસ્પીટલ હળવદ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જુના દેવળીયા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ટીકર, ટંકારા તાલુકામાં સામુહિક આરોગ્ય કેન્દ્ર ટંકારા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લજાઈ, માળીયા તાલુકામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરવડ સહિત કુલ ૧૫ (પંદર) સ્થળોએ ચાલુ છે. દરેક સ્થળોએ ૧૩૦ – ૧૩૦ લાભાર્થીઓને વેકસીન આપવામાં આવી રહી હોવાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. જે.એમ. કતીરાની યાદીમાં જણાવાયું છે.

 LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here