વાવાઝોડું : ૪૨ ફૂટ ઊંચા વીજથાંભલા ચડી ૮ ગામોનો વીજપુરવઠો પૂર્વવત

0
33




વીજળીને ચમકારે મોતીડાં પરોવો રે પાનબાઇ ! નહિતર અચાનક અંધારા થાશે જી…
ગુજરાતી સંતસાહિત્યના પ્રસિદ્ધ સંત પાનબાઈના ભજનની આ પંક્તિઓ ગુજરાત સરકારના 59 વર્ષના કર્મયોગી ઈશ્વરદાસ મયારામ નિમાવતે ખરા અર્થમાં યથાર્થ સાબિત કરી આપી છે.20-22 ફૂટ ઊંડા તળાવમાં ખાબકીને, આશરે અડધોથી એક કિલોમીટર તરીને 59 વર્ષીય નિમાવતે 42 ફૂટ ઊંચા વીજથાંભલા ઉપરનો મુખ્ય વાયર ઠીક કરીને 08 ગામોનો વીજપુરવઠો પૂર્વવત કરી આપ્યો

તાજેતરમાં જ ”તાઉ’તે” વાવાઝોડાએ ઘણુંખરું રાજ્યના સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે ખાનાખરાબી સર્જી. ખાસ કરીને, ગીર-સોમનાથ, ભાવનગર અને અમરેલી જિલ્લાઓમાં વસતા લોકોને આ વાવાઝોડાની વધુ અસર થઇ. રાજ્ય સરકારના આગોતરા આયોજન-જાગરૂકતાથી  માનવમૃત્યુ અને મોટાપાયે નુકસાની તો ટાળી શકાય, છતાં કાચા મકાનો, ખેતી, માર્ગો અને વીજપુરવઠાને માઠી અસર થઇ.

વાવાઝોડા પછી પુનઃ સ્થાપનની કામગીરીમાં રાજ્યસરકારના સંખ્યબંધ કર્મચારીઓ દિવસ-રાત જોયા વિના કામગીરીએ લાગ્યા. આ કર્મચારીઓ પૈકીના એક કર્મયોગી એટલે 59 વર્ષના ઈશ્વરદાસ મયારામ નિમાવત. નિવૃત્તિના આડે હવે માત્ર 11 મહિના બાકી છે ત્યારે આ જુવાન ડોસલાંએ યુવાનોને શરમાવે તેવા તરવરાટ સાથે પાણીમાં ખાબકીને વીજનિયમનની કામગીરીને પુનઃ સ્થાપિત કરવાની બેનમૂન ફરજ નિભાવી.

મૂળે ગારિયાધાર તાલુકાના પછે ગામના વતની અને ભુરખિયા હનુમાનજી મહારાજમાં અપરંપાર શ્રદ્ધા ધરાવનારા ઈશ્વરદાસ નિમાવત પશ્ચિમ ગુજરાત વીજ કંપનીના ભાવનગર સર્કલના શિહોર ગામમાં લાઇનમેન તરીકે ફરજ બજાવે છે.

”તાઉ’તે” વાવાઝોડાના લીધે ભાવનગરમાં પણ મોટી સંખ્યામાં વીજથાંભલાઓ અને સબ-સ્ટેશનોને નુકસાન થયું હતું. વળી, ઘણા ગામો હજુ પાણીથી તરબતર છે. આ પરિસ્થતિમાં શિહોર ક્ષેત્રના 40 ગામોમાં વીજપુરવઠો નિયમિત કરવાની કામગીરી અહીંના ડેપ્યુટી એન્જીનીયર  ભાવેશભાઈ ઝીંઝાલાના અને તેમની ટીમ શિરે હતી.

ઝીંઝાલાની ટીમના લાઈનમેન  ઈશ્વરદાસ સહિતના આઠ સભ્યો ભાવનગરમાં શિહોરના અગિયાળી રોડ ઉપરના ટાણા ગામે તા.26 મૅ, 2021ના રોજ કામગીરી પર હતા. આ ગામના તળાવથી 50 ફૂટના અંતરે આવેલા 11 કિલોવોલ્ટ (KV) ના એક થાંભલા ઉપરનો મુખ્ય વીજવાયર અન્ય કેટલાક થાંભલાથી ભારે પવનના કારણે અલગ થઇ ગયો હતો, જેના લીધે આસપાસના 08 ગામોનો વીજપુરવઠો ખોરવાઈ ગયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here