દાહોદ જિલ્લામાં પોલીસ હરકતમાં આવી જાહેરનામા ભંગ બદલ દંડનીય કાર્યવાહી હાથ ધરાઈ

0
53રિપોર્ટર.અજય.સાંસી

દાહોદ જિલ્લામાં રેન્જ આઈ.જીની સરપ્રાઈઝ ચેકિંગ બાદ દાહોદ જિલ્લામાં પોલીસ હરકતમાં આવી છે અને દાહોદ,લીમડી, લીમખેડા, ઝાલોદની રેન્જ આઈ.જી દ્વારા આકસ્મિક મુલાકાત લેવામાં આવી હતી ત્યારે એક્શનમાં આવેલ સંલગ્ન તાલુકાની પોલીસ દ્વારા માસ્ક વગર ફરતા લોકો,સોશિયલ distance ન ચલાવતા લોકો તેમજ મોટરસાયકલ પર ત્રિપલ સવારી પર ફરતા વાહનચાલકો વિરુદ્ધ પોલીસે દંડનીય કાર્યવાહી કરતા લોકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.

કોરોના સંક્રમણ ભલે ઘટયો હોય પરંતુ તેનો પ્રકોપ હજુ પણ યથાવત રહ્યો છે લોકો માસ પહેરે સોશિયલ distance જાળવે તેમજ બજારોમાં ભીડભાડ ન કરે તે માટે દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેર જનતાને અનેકવાર અપીલ પણ કરવામાં આવી હતી પરંતુ કેટલાક લોકો હજુ પણ કોરોના સંક્રમણ ની ગંભીરતાને ધ્યાનમાં ન લેતા પોલીસે દાહોદ સહિત અન્ય તાલુકામાં એક્શન મોડમાં આવી છે ત્યારે બીજી તરફ આજરોજ દાહોદ જિલ્લામાં રેન્જ આઇજીએ સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરી હતી જેમાં દાહોદ લીમડી લીમખેડા અને ઝાલોદ ની ઓચિંતી મુલાકાત લેવામાં આવી હતી ત્યારબાદ એકશનમાં આવેલી પોલીસે દાહોદ શહેર સહિત અન્ય તાલુકાની પોલીસે બજારમાં માસ્ક વગર ફરતા લોકો, સોશિયલ distance નું પાલન ન કરતાં લોકો તેમજ બેફામ ત્રિપલ સવારી લઈ પસાર થઈને રહેલા મોટરસાઇકલ ચાલકો વિરુદ્ધ સ્થળ પર જ દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતીLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here