રોજગારી આપો અથવા બેકારીનું ભથ્થુ આપોનાં મુદાને લઈને ડાંગ બી.એસ.પીની મામલતદારને રજુઆત..

0
61ડાંગ:- મદન વૈષ્ણવ

કોરોના મહામારીનાં કારણે લોકોને ઘરે બેસી રહેવાનો વારો આવ્યો છે,જેથી રોજનું કમાઈ ખાનારા લોકોની હાલત કફોડી બની છે. વઘઇ તાલુકાનાં ગામડાઓમાં નરેગા યોજના હેઠળ લોકોને રોજગારી આપવામાં આવતી નથી.ત્યારે લોકોને રોજગારી ભથ્થુ મળે અથવા નરેગાનાં કામ ચાલુ થાય તે માટે ડાંગ બી.એસ.પી પાર્ટીનાં વઘઇ તાલુકાના યુવા મંત્રી રજનેશ ગામીત દ્વારા વઘઇ મામલતદારને આવેદન આપી રોજગારી માટેની માંગ કરવામાં આવી છે.તેમણે રજુઆત કરતા જણાવ્યુ હતુ કે વઘઇ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં જોબ કાર્ડ ધારકોને કામ આપવામાં આવતુ નથી.જેથી આ લોકોની હાલત કફોડી બની છે. વઘઇ તાલુકાનાં લોકોને રોજગારી આપો અથવા રોજગારી ના આપી શકો તો લોકોને રોજગારી ભથ્થુ આપો તે માટે મામલતદારને રજુઆત કરી હતી…LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here